________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પછી, એ દોષોને ટાળવાનો પુરુષાર્થ કરવો.
જો મનુષ્ય હિંસાદિ પાપોને જાણે નહીં, એ પાપોને ટાળવાની ઇચ્છા જાગે નહીં, અને પુરુષાર્થ કરવા તત્પર ના બને, તો એ ચારિત્રધર્મ ના સ્વીકારી શકે. અને પાપો દૂર થાય નહીં.'
રાજાને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું. મનમાં કોઈ જ ગૂંચવાડો ના રહ્યો. તેનું ઉદ્વિગ્ન ચિત્ત પ્રસન્ન થયું. તેણે વિચાર્યું :
કેવા જ્ઞાની છે આ મુનીશ્વર! જ્ઞાનનો રત્નદીપક છે એમની પાસે. જેમ રત્નદીપક ક્યારેય બુઝાતો નથી, તેમ આ મુનીશ્વરનો જ્ઞાનદીપક ક્યારેય બુઝાય એવું નથી. જે કોઈ જીવ એમનાં ચરણોમાં સમર્પિત બને, તે અવશ્ય જ્ઞાનનો પ્રકાશ પામે. જ્ઞાનના પ્રકાશમાં એ જીવ પોતાનું આત્મઘર જોઈ શકે. તેમાં બાઝેલાં અસંખ્ય પાપોનાં જાળાં જોઈ શકે! તેને દૂર કરવાની એને ઇચ્છા જાગે જ, પછી એ દોષોને, એ પાપોને દૂર કરવાની વાત સ્વાધીન બને.
ખરેખર, આવા જ્ઞાની-ધ્યાન-નિઃસ્વાર્થ અને મહાસંયમી મુનીશ્વરનો સમાગમ થવો દુર્લભ જ હોય છે... એવો દુર્લભ સમાગમ મને થઈ ગયો! હું ધન્ય બની ગયો. અપકારી ઉપર ઉપકાર કરનારા આવા મહાપુરુષ દુનિયામાં મળવા દુર્લભ હોય છે. મેં તેઓના ઉપર ઓછો અપકાર કર્યો છે? છતાં તેઓએ મારા પર કેવો મહાન ઉપકાર કર્યો? જીવનપર્યત તેઓનો ઉપકાર ભૂલી શકાય એમ નથી.
મને તેઓશ્રી “ચારિત્રધર્મ' આપવા તૈયાર છે... મારા જેવા શિકારીને અને જુગારીને! શું ચારિત્રધર્મ માટે હું યોગ્ય છું ખરો? તેઓએ મારી કઈ યોગ્યતા જોઈ હશે? તેઓ મન:પર્યવજ્ઞાની મહાપુરુષ છે. મારી આંતરીક સ્થિતિને તેઓ સુપેરે જાણી શકે છે. અને ખરેખર, તેઓ મને ચારિત્રધર્મ માટે યોગ્ય માનતા હોય, અને મને ચારિત્રધર્મ આપે તો હું સાચા હૃદયથી ચારિત્રધર્મનું પાલન કરીશ... મારે મારાં સર્વ પાપોનો નાશ કરવો જ છે.'
રાજા પ્રશ્ન પૂછે એ પૂર્વે જ મુનીશ્વરે તેને કહ્યું : “તારી યોગ્યતાનો વિચાર તું ન કરી શકે! હું કરી શકું. ચારિત્રધર્મ સ્વીકારવા તું યોગ્ય છે જ, તારા હૃદયમાં “મારે મારાં સર્વ પાપોનો નાશ કરવો જ છે....” આ ઉત્કટ ભાવના રમે છે, એ જ તારી યોગ્યતા સિદ્ધ કરે છે... રાજન, ચારિત્રધર્મની યોગ્યતા, ભૂતકાળની અપેક્ષાએ નથી વિચારાતી, મનુષ્ય ગઈ કાલે કેવો હતો, ગત ઘટિકા સુધી કેવો હતો, એ નથી વિચારાતું, પરંતુ એ પોતાનું ભવિષ્ય કેવું જીવવા ઇચ્છે છે, એના આધારે એની યોગ્યતા નક્કી થાય છે. રાજન, ચારિત્રધર્મ સ્વીકારીને તું તારા પાપોનો નાશ
શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ૪3
For Private And Personal Use Only