________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા કરતાં વધારે ગુણવાળા મનુષ્યો પ્રત્યે પ્રમોદ ભાવના ભાવ. તેમના ગુણોની અનુમોદના કર.
દીન-દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવના ભાવવી. “સર્વે દુઃખી જીવોનાં દુઃખો દૂર થઈ જાઓ. સર્વે જીવો સુખી થાઓ.'
છે અવિનીત અને પાપી જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો. તેમનામાં ના રાગ રાખવો ના દ્વેષ કરવો.
છે રાજન, તારા હૃદયમાં ચારિત્રધર્મનો સ્વીકાર કરવાની ભાવના જાગ્રત થયા. પછી તારો પ્રમાદ દૂર થઈ જશે. તારા હૃદયમાં વૈરાગ્યનું ઝરણું વહેવા લાગશે. અને તું ચારિત્રધર્મનો સ્વીકાર કરી, નિરતિચાર ચારિત્રનું પાલન કરીશ, તેથી તારાં પૂર્વોપાર્જિત પાપકર્મો નાશ પામી જશે. નવાં પાપકર્મ બંધાશે નહીં! પરિણામે તારો આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી પરમ સુખમય મુક્તિને તે પ્રાપ્ત કરી શકીશ.”
રાજાએ પૂછ્યું : “ભગવંત, મારા પિતાજીએ અને દાદીમાએ માત્ર એક-બે પાપોનું આવું દીર્ધકાલીન અને અત્યંત દુઃખમય ફળ ભોગવ્યું, ત્યારે મેં તો એક-બે નહીં, સોબસો નહીં, હજારો પાપ કર્યો છે... એથી અનંત-અનંત પાપકર્મ બાંધ્યાં છે. શું નરક વગેરે દુર્ગતિઓમાં તેનાં ફળ ભોગવ્યા વિના, મને મુક્તિ મળી શકશે? કેવી રીતે મળશે પ્રભો? અને હું માનું પણ છું કે મારે નરકમાં ઘોર દુઃખો સહવાં જોઈએ... કારણ કે મેં બીજા જીવોને એવાં દુઃખ આપ્યાં છે..”
મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, ચારિત્રધર્મથી ભાવિત આત્મા માટે કંઈ જ અશક્ય નથી. પાપોનો પ્રતિકાર કરવાથી, પાપોનો નાશ કરી શકાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય મનુષ્યને પરંતુ તેનો પ્રતિકાર કરવામાં આવે તો ઝેર ઉતારી શકાય છે. ભલેને કાલકુટ ઝેર હોય કે તાલપુટ ઝેર હોય. તેવી રીતે, અનાદિકાળથી જીવે અનંત પાપકર્મો બાંધ્યાં હોય, પરંતુ જો એ ચારિત્રધર્મથી, એ પાપોનો પ્રતિકાર કરે, તો એનાં અનંત પાપો નાશ પામી જાય છે... તો પછી એક ભવમાં કરેલાં પાપોનો નાશ કરવો, કઈ મોટી વાત છે?'
રાજાએ પૂછયું : “ભગવંત, ચારિત્રધર્મમાં આટલી બધી શક્તિ છે? ઘોરાતિઘોર પાપોનો પણ એ નાશ કરી શકે છે? પ્રભો, એવા મહાન ચારિત્રધર્મનાં પરિણામ કેવાં હોય? અધ્યવસાયો... વિચારો કેવા હોય તે કૃપા કરીને બતાવો.” મુનીશ્વરે કહ્યું : “રાજન, સમ્યજ્ઞાનના પ્રકાશમાં –
દોષોને, હિંસાદિ પાપોને જાણવાં. જ એ દોષોને - પાપોને ટાળવાની ઇચ્છા જાગ્રત કરવી.
ઉ૪૨
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only