________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવી નિર્દયતા.... ક્રૂરતા..? ભગવંત, જો લોટના બનાવેલા કૃત્રિમ કુકડાના, દેવીપૂજાના નિમિત્તે કરેલા વધનું આવું દારુણ દુઃખદાયી પરિણામ આવે છે... તો પછી હે મહાત્મનું, મેં તો કોઈ પ્રયોજન વિના, કૃત્રિમ નહીં પણ ચેતનવંતા હજારો જીવોનો સંહાર કર્યો છે... મારું શું થશે? મારે કેટલા જન્મો આ ભીષણ સંસારમાં ભટકવું પડશે? કેવાં કેવાં નારકીય દુઃખો સહવાં પડશે? અવશ્ય, મારે તો અહીંથી સીધા નરકમાં જ જવું પડશે. એ સિવાય બીજી કોઈ મારી ગતિ નથી.”
દિીનતા, વિવશતા અને ભયભીતતાનું એક ઉદાસીભર્યું વાદળ આવી ગયું રાજાના હૃદય ઉપર. તેણે મોટો નિશ્વાસ નાખ્યો. બે હાથની હથેળીઓમાં પોતાનું મસ્તક દાબીને ધુણાવવા માંડ્યો.
મુનીશ્વરે શાંત-શીતલ વાણીમાં કહ્યું : “મહાનુભાવ, કરેલાં પાપનો - મન-વચનકાયાથી કરેલાં પાપોનો નાશ કરી, આત્માને દુર્ગતિમાં જતો બચાવવાનો માર્ગ છે... હજુ બધું બગડી ગયું નથી. બધું બગડી જાય, એ પૂર્વે તને જાગ્રત થવાનો અવસર મળી ગયો છે. બગડેલી બાજી સુધારી આપીશ રાજન, તું સ્વસ્થ બન.”
ભગવંત, ખરેખર આપ કરુણાના સાગર છો! મારા જેવા નીચ.... અધમ... અપરાધી ઉપર પણ આપનું કેવું અપૂર્વ વાત્સલ્ય છે? આપનાં દર્શન પામી હું ધન્ય થયો.. આપ જ મને દુર્ગતિનાં ઊંડા કૂવામાં પડતો બચાવનારા છો. આપ જ મારી જીવનનૈયાને કિનારે પહોંચાડનારા છો.. કૃપા કરીને, પાપોથી મુક્ત બનવાનો માર્ગ બતાવો. આપ જે કહેશો તે કરવા માટે હું તત્પર છું. મન-વચન-કાયાથી હું આપને સમર્પિત છું.” મુનીશ્વરે કહ્યું :
રાજન, મન-વચન-કાયાથી તું તારી શ્રદ્ધા જિનધર્મમાં સ્થાપિત કર. જિનવચનોને આત્મસાત્ કર.
તેં કરેલાં પાપોને સંભાળીને એ પાપોનો ઘોર પશ્ચાત્તાપ કર, કે જે તું અત્યારે કરી જ રહ્યો છે.
રત્ન જેવા ચિત્ત ઉપર લાગેલા પાપવિચારોના મેલને જિનવચનનાં પાણીથી વારંવાર ધોઈને સ્વચ્છ કર, શુદ્ધ કર.
તે પછી, સર્વ પાપોના ત્યાગરૂપ ચારિત્રધર્મનો સ્વીકાર કર. ગૃહવાસ ત્યજી, અણગાર બન, શ્રમણ બન, સાધુ બન.
છે. સંસારના સર્વ જીવોને મિત્ર માન. “સર્વ જીવો મારા મિત્ર છે, કોઈનાય પ્રત્યે મારા મનમાં શત્રુતા નથી.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only