________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[C૨ )
‘શજળ, અમારે તો ગમે તેવા અપરાધી પર ક્ષમા જ કરવાની છે. કોઈ પણ કારણ વિના, કોઈ અજ્ઞાની જીવ અમને આક્રોશ કરે, અમારું અપમાન કરે ત્યારે અમે વિચારીએ કે –
છે આ ભલો માણસ છે. એ માત્ર મારું અપમાન કરે છે, મને મારતો નથી!” કોઈ અજ્ઞાની મનુષ્ય અમને મારતો હોય, તાડન કરતો હોય ત્યારે અમે ચિંતન કરીએ કે -
ખરેખર, આ માણસ સારો છે, આટલો ક્રોધે ભરાણો છે છતાં માત્ર મને માર મારે છે, મારી નાખતો નથી! પ્રાણ નથી લેતો!'
કદાચ કોઈ અજ્ઞાની મનુષ્ય મારી નાખતો હોય, પ્રાણ લઈ લેતો હોય ત્યારે અમે આ પ્રમાણે ભાવના ભાવીએ કે –
“આ માણસ સાર છે, જે આટલો બધો ક્રોધી હોવા છતાં મને મારા સંયમધર્મથી ભ્રષ્ટ નથી કરતો. આ તો મારા પોતાનાં પૂર્વજન્મનાં કર્મ ઉદયમાં આવ્યાં છે, આ માણસ તો માત્ર નિમિત્ત બને છે મારા મૃત્યુમાં!”
આવી-આવી સુંદર ભાવનાઓ ભાવીને અમે અમારા હૃદયમાં ક્ષમા-કલ્પવેલીને નવપલ્લવિત રાખીએ છીએ.” રાજા ગુણધરનું ચિત્ત પ્રસન્ન થયું. તેને વિચાર આવ્યો :
આ મુનીશ્વર બધું જ જાણે છે, તો એમને હું પૂછું : “મારા પિતાજી અને મારી દાદીમાં અત્યારે કઈ ગતિમાં હશે તેઓ જાતા જ હશે..” રાજાના મનમાં પિતા પ્રત્યે અને દાદી પ્રત્યે અગાધ પ્રેમ હતો ને તેણે સુદત્ત મુનીશ્વરને પૂછ્યું. મુનીશ્વરે તેને મારા સુરેન્દ્રદત્ત રાજાના ભવમાં અને માતા યશોધરાના ભવમાં, કરેલી લોટના કૂકડાની હત્યા અને લોટને માંસ માનીને કરેલું ભક્ષણ - ત્યાંથી શરૂ કરીને વર્તમાનમાં અમે બે, રાજાના પુત્ર-પુત્રી છીએ, ત્યાં સુધીની અમારી ઘોર યાતનામય ભવપરંપરા કહી સંભળાવી.
સાંભળીને રાજાનું હૈયું ફફડી ઊઠડ્યું. તે બોલી ઊઠ્યો : “ભગવંત, આ સંસાર કેવો જુગુપ્સનીય છે! જીવો ઉપર મોહનું કેવું આધિપત્ય છે? કેવો દંભ... કેવું કપટ... કેવી માયા... અને સ્નેહી-સ્વજનને પણ હણી નાખવાની
g૪૦
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only