________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરીષહ' પર વિજય મેળવેલો હોય તો એ જંગલોમાં નગ્ન અવસ્થામાં રહી શકે છે.
હવે તારી છેલ્લી વાતનું સમાધાન કરી દઉં.
સાધુઓ ભિક્ષાવૃત્તિથી કેમ જીવે છે? કારણ કે તેઓ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેના આરંભ-સમારંભના ત્યાગી હોય છે. ભોજન બનાવવા આરંભ-સમારંભ કરવો જ પડે. માટે ભીક્ષાવૃત્તિથી સાધુઓ જીવે છે.
જો જાતે ભોજન બનાવવાનું હોય તો સાધુઓએ ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો પડે! સાધુઓથી સંગ્રહ કરાય નહીં. જો સંગ્રહ કરે તો એના પર મમત્વ થાય. પરપુગલ ઉપર મમત્વ બંધાય તો સાધુતા વ્યર્થ જાય. સાધુએ મમત્વરહિત થવાનું હોય છે.
ભિક્ષાવૃત્તિ હોવાથી સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહી શકે છે. ભોજનવિષયક રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. આવા ભિક્ષાવૃત્તિથી જીવનારા સાધુઓનાં ચરણે દેવો પણ ગમે છે. તેવા સાધુઓ અપશુકનરૂપ કેવી રીતે ગણાય?'
રાજાએ કહ્યું : “ન જ ગણાય ભગવંત! આપે મારા મનની એકએક ગ્રંથિ છેદી નાખી! મને સાચી સમજણનો પ્રકાશ આપ્યો. ઘોર અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢયો. પ્રભો! આપના અનુત્તર જ્ઞાનપ્રકાશને મારાં લાખ-લાખ વંદન છે. ભગવંત હવે મારી એક વિનંતી છે... મારા બહુ મોટા અપરાધની મને ક્ષમા આપો.. આપના જેવા વીતરાગ સશ.. સર્વજ્ઞસંદશ મહામુનીશ્વર ઉપર મેં શિકારી કૂતરા છોડી દીધા... આપનું મોત ઇરછ્યું.. ઘોર પાપ કર્યું છે મેં...'
રાજા ગુણધર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
મુનીશ્વરે એના મસ્તકે હાથ મૂકીને કહ્યું : “હે દેવાનુપ્રિય, ઊભો થા. જરાય મૂંઝાઇશ નહીં. શરમ દૂર કર. મુનિઓ ક્ષમાશીલ જ હોય છે. મેં સર્વ જીવોને ક્ષમા આપેલી છે, તને વિશેષરૂપે ક્ષમા આપું છું...”
ભગવંત, શું હું પાપી... ક્ષમાને પાત્ર છું? નથી ક્ષમાને પાત્ર... પ્રભો, આપ મને ધિક્કારો.. આપ મારો તિરસ્કાર કરો... મારા પર પાદપ્રહાર કરો.. મારા દેવ, તો જ મને શક્તિ મળશે...
એટલું જ નહીં.. આખા નગરમાં જાહેર કરો કે તમારો આ રાજા મહાપાપી છે. એણે ઋષિહત્યાનું પાપ કર્યું છે. કહો પ્રજાજનોને... તેઓ મને પથ્થર મારે.... મારા પર ઘૂંકે...”
બસ બસ... રાજન, આકંદ ના કરો.શોક ના કરો... પાપનું સાચું પ્રાયશ્ચિત તમને કરાવીશ.... તમારા આત્માને નિર્મળ બનાવીશ.. મુનીશ્વર રાજાના માથે હાથ પસવારતા રહ્યા.”
શ્રી સમરાદિત્ય મહાકથા
ઉ3c
For Private And Personal Use Only