________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કોધાદિ કષાયો પર વિજય પામ્યા છે, અને જે જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન રહે છે. રાજન, તારા મનનું સમાધાન થયું હશે, કે સાધુઓ કેમ સ્નાન નથી કરતા...' રાજાએ કહ્યું : “આપે બરાબર સમજાવ્યું. મારા મનનું આ વિષયમાં સમાધાન થયું.' ‘મહાનુભાવ, હવે બીજી વાતનું સમાધાન કરું છું.
સાધુઓ શા માટે કેશલુંચન કરાવે છે, શા માટે મસ્તક પર કેશસમૂહ નથી રાખતા? કારણ કે સાધુઓના માથે જો કેશ હોય તો તેમાં જૂ પડવાની સંભાવના રહે છે. સાધુઓને સ્નાન કરવાનું ના હોવાથી વાળ પસીનાવાળા અને ધૂળવાળા થાય. તેમાં જૂ પડે, તેની પછી વિરાધના થાય.
બીજુ કારણ કે શરીરશોભાનું. માથાના વાળ, શરીરની મોટી શોભા હોય છે. સાધુએ શરીરશોભા કરવાની નથી. તેણે દેહાસક્તિ તોડવાની હોય છે એટલે તેઓ માથે મુંડિત હોય છે.
તીર્થકર ભગવંતોએ આવા મુંડિત મસ્તકવાળા સાધુઓને મંગળરૂપ કહ્યા છે, કલ્યાણકારી કહ્યા છે. રાજન, તમારા મનનું સમાધાન થયું હશે?'
હા ભગવંત, દેહાધ્યાસને ત્યજી દેનારા સાધુઓને મસ્તકે વાળ રાખવાનું કોઈ પ્રયોજન નથી.” “મહાનુભાવ, હવે ત્રીજી વાતનું સમાધાન કરું છું.
અમે શા માટે શ્રેત વસ્ત્રો પહેરીએ છીએ! તેં આજ દિન સુધી ગેરુઆ રંગના વસ્ત્ર પહેરનારા યોગી-સંન્યાસી જોયા છે. આવો શ્વેત સાધુવેષ તેં સર્વપ્રથમ જોયો!
તદ્દન સાચી વાત કહી ભગવંત... મેં પહેલી જ વીર તીર્થંકર શાસનના સાધુ જોયા છે આજે..”
“એટલે તને અપશુકન લાગ્યા! પરંતુ આ સાધુવેષ ઉચિત છે. કારણ કે શ્વેત વસ્ત્ર સુલભ હોય છે. તેને રંગાવાનો આરંભ કરવો પડતો નથી!
બીજું કારણ છે ભાવાત્માક, પરમાત્માનું ધ્યાન શ્વેત રંગમાં કરવાનું હોય છે. શ્વેત વસ્ત્ર પરથી મન પર શ્વેત રંગનો સંસ્કાર પડે છે. તે સંસ્કાર ધ્યાનમાં ઉપયોગી બને છે.
શ્વેત સાધુવેષના કારણે રંગજન્ય રાગ-દ્વેષ થતાં નથી.
શ્વેત રંગ, ચિત્તને શાન્ત, ઉપશાન્ત રાખે છે! રાજન, શ્વેત સાધુવેષના વિષયમાં તારા મનનું સમાધાન થયું હશે.'
થયું સમાધાન, ભગવંત, કદાચ શ્વેત વસ્ત્રો ના પણ હોય, સાધુ નગ્ન રહે.. તો પણ એને શું?”
જો સાધુ શારીરિક કષ્ટો સમભાવે સહન કરવાની શક્તિ ધરાવતો હોય, ‘લજ્જા
ઉ3૮
ભાગ-૨ # ભવ ચોથો
For Private And Personal Use Only