________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તેં કરેલો મસ્તક-છેદ કરવાનો વિચાર ભવ-પરંપરા વધારનાર છે. એટલે એ વિચારને અમલમાં મુકાય જ નહીં. માટે એ વિચાર ત્યજી દે.'
રાજા આશ્ચર્યથી બોલી ઊઠ્યો : ‘પરંતુ ભગવંત, મારા મનના વિચારો આપે કેવી રીતે જાણી લીધા?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘રાજન, ‘મન:પર્યવ' નામના જ્ઞાનથી મેં તારા મનના વિચારો જાણ્યા છે. એ જાણીને તને કહું છું કે તું આત્મઘાત કરવાનો વિચાર છોડી દે.’
‘તો શું ભગવંત? મેં કરેલા ઘોર પાપનો ભાર હું વહન કરી શકું એમ નથી...' ‘મહાનુભાવ, ત્રિલોકબંધુ તીર્થંકર પરમાત્માના શાસનનો સ્વીકાર કર... ' રાજાની આંખો આંસુથી છલકાઇ ગઇ. તે મુનીશ્વરનાં ચરણોમાં પડીને બોલ્યો :
‘ભગવંત, આપ અંતર્યામી છો... મારાં પાપનો નાશ કરનારું પ્રાયશ્ચિત મને કહો... કે જે તીર્થંકર પરમાત્માએ કહેલું હોય...’
‘રાજન, એ પ્રાયશ્ચિત તને પછી આપું છું, એ પહેલાં તારી એક ધારણાનું સમાધાન કરવું આવશ્યક છે, તે કરું છું.
તેં વિચાર્યું હતું કે ‘આ સાધુ અપશુકન કરનારા છે... માટે તેને મારું!' તેં એક સાધુને-મને અપશુકનરૂપ શા માટે માન્યો? કારણ કે તું જાણે છે આ સાધુ સ્નાન નથી કરતા, માથે વાળ નથી રાખતા, વૈદિક પરંપરાથી જુદો સાધુવેષ ધારણ કરે છે... અને ભિક્ષા માગીને પેટ ભરે છે... બરાબરને?
રાજાએ કહ્યું : ‘પ્રભો, આપે મારા મનની એક-એક વાત જાણી છે, તે યથાર્થ છે.’
મન:પર્યવજ્ઞાની મુનીશ્વરે કહ્યું : ‘રાજન, પહેલી વાત તને સમજાવું છું કે સાધુ સ્નાન કેમ નથી કરતા. અલબત્ત, સ્નાન કરવાથી અલ્પ સમય માટે શરીર ચોખ્ખું રહે છે, પરંતુ તેનાથી -
* દેહાભિમાન છે, દેહરાગ દૃઢ થાય છે.
* સાધુનો સ્વચ્છ દેહ જોઇને સ્ત્રીઓ આકર્ષિત થાય છે.
* ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે, અને
* પાણીમાં રહેલા જીવો નાશ પામે છે.
રાજન જેમ અંગારાને દૂધથી ધોવામાં આવે છતાં એ શ્વેત થતો નથી, તેમ અશ્િચમય દેહ પાણીથી પવિત્ર થતો નથી... માટે સાધુપુરુષો માટે સ્નાનનું કોઇ મહત્ત્વ નથી. તે સાધુપુરુષો સદૈવ પવિત્ર હોય છે કે જેઓ -
* પોતનાં મહાવ્રતોને અખંડ પાળે છે.
* પોતાના નિયમોનું દૃઢતાથી પાલન કરે છે.
* પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે.
* ઇન્દ્રિયોનું દમન કરતા રહે છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
939