________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેના નાક-કાન કાપી નાખવા જોઇએ. હાથ-પગ કાપી નાખવા જોઇએ. અને એ રીતે એને રિબાવી-રિબાવીને મારી નાખવો જોઇએ. પછી ત્યાં જાહેર કરવું જોઇએ કે જે કોઇ મનુષ્ય, માનવહત્યા કરશે અને પરદ્રવ્યની ચોરી કરશે, તેના આવા હાલ થશે. માટે કોઈએ હિંસા અને ચોરી ના કરવાં.”
મહારાજા, અમારાં શાસ્ત્રોમાં આવું દંડવિધાન છે, માટે હવે આપને જેમ યોગ્ય લાગે તેમ કરવું જોઇએ.'
મહારાજા સુદત્ત ગંભીર વિચારમાં ડૂબી ગયા : “અહો, રાજા બનીને આવાં કામ કરવાનાં? ચોરે માનવહત્યા કરી... એની સજારૂપે મારે માનવહત્યા કરવાની? કરાવવાની? આવા પાપ કરવાનાં? ના, ના, હું આમાં અનુમતિ ના આપી શકું. મારું મન ના પાડે છે... અને જો રાજા તરીકે મારે આવું બધું કરવું અનિવાર્ય હોય, તો મારે રાજસિંહાસન જોઈતું નથી, રાજવૈભવો મારે જોઈતા નથી.”
મહારાજ સુદત્તે, પોતાના ભાણેજ આનંદને કલિંગનું રાજ્ય સોંપી દીધુ. અને તેઓએ સાધુધર્મ અંગીકાર કરી લીધો. આ એ જ સુદર મુનીશ્વર છે. તેમના આત્મામાં અહિંસાનો ભાવ પ્રતિષ્ઠિત થઈ ગયો છે. દયા અને કરુણાનું ઉત્કૃષ્ટ પરિણામ આત્મસાતુ થઈ ગયું છે. એટલે, જે કોઈ જીવાત્મા, મનુષ્ય યા પશુ-પક્ષી એમના અવગ્રહમાં પ્રવેશ કરે છે, તેનો વેરભાવ... વેષભાવ દૂર થઇ જાય છે.”
સુદત્ત મુનીશ્વરનો પરિચય પામી, રાજા મુનીશ્વર પાસે ગયો. તેણે ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી, અહંદુદત્તે પણ વંદના કરી. મુનીશ્વરે ધ્યાન પૂર્ણ કરી, બંનેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો, અને વિશુદ્ધ ભૂમિ પર બેસવા સંકેત કર્યો. રાજા શરમથી માથું નીચું કરીને બેઠો.. તેના હૃદયમાં પશ્ચાત્તાપની આગ સળગી હતી. તે વિચારવા લાગ્યો :
“હું તો આ ઋષિનો ઘાત કરનાર છું, આનું પ્રાયશ્ચિત્ત મસ્તક છેદ સિવાય બીજું હોઇ ના શકે. મેં કેવું ઘોર પાપ કર્યું? મેં મારા આત્માને ઘોર કલંક લગાડ્યું છે.... હવે એક ક્ષણ પણ વધુ જીવવા હું સમર્થ નથી... આ મુનીશ્વરની સામે બેસવા પણ હું લાયક નથી... હમણાં જ... અહીં જ તલવારથી મસ્તક...” રાજાની આંખો આંસુથી ઊભરાણી. એ ઊભો થવા જાય છે, ત્યાં મુનીશ્વરે કહ્યું :
રાજન, આવા વિચાર ના કરો. તમે જે રીતે પ્રાયશ્ચિત્ત કરવાનું વિચાર્યું, તેવું પ્રાયશ્ચિત્ત આ વિષયમાં હોતું નથી... જ્ઞાની પુરુષો આત્મઘાત કરવાની ના પાડે છે. કારણ કે જેવી રીતે બીજા આત્માઓને પીડા પહોંચાડવાની નથી, તેવી રીતે પોતાના આત્માને પણ પીડા આપવાની નથી. બંનેની પીડા વર્જવાની.
જે અકાર્ય કરવાથી તું તારી જાતને દૂષિત માને છે, અપરાધી માને છે, એ દોષને, એ અપરાધને દૂર કરવાનો માર્ગ આત્મઘાત નથી. એ માટે તો તારે જિનવચનના અનુસારે અનુષ્ઠાન કરવું જોઇએ. એ અનુષ્ઠાન-જલથી, તારો દોષ ધોવાશે. ઉ3
ભાગ-૨ ભવ ચોથો
For Private And Personal Use Only