________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ક્રોધ ઉપર ક્ષમાનો વિજય હતો. એ વેર ઉપર ઉપશમનો વિજય હતો.
મુનીશ્વર તો ધ્યાનસ્થ હતા. ન તેમણે પોતાની દૃષ્ટિ ઊંચી કરી હતી, ના એક શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. જે મુનીશ્વરને રાજાએ અપશુકનરૂપ માન્યા હતા, તે મુનીશ્વર અચિંત્ય પ્રભાવશાળી જોયા. રાજાનું મસ્તક શરમથી ઝૂકી પડ્યું. તેને વિચાર આવ્યો : “ખરેખર, આ કૂતરાઓમાં મનુષ્યનું હૃદય છે, જ્યારે મારામાં કૂતરાનું હૃદય છે... અરરર... હું કેવો અધમ... કે આવા મહામુનિને મારી નાખવા.. તેમના ઉપર શિકારી કૂતરા છોડી દીધા..?' રાજાના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે હજુ અશ્વારૂઢ હતો, ત્યાં નગરમાંથી શ્રેષ્ઠીપુત્ર અહંદૂદત્ત ત્યાં જઈ પહોંચ્યો. અહંદત્ત, રાજા ગુણધરનો બાલ્યકાળનો મિત્ર હતો. રાજા વૈદિક પરંપરાના હિંસાપ્રધાન ધર્મને માનતો હતો, અહંદુદત્ત જૈનપરંપરાના અહિંસાપ્રધાન ધર્મને માનતો હતો. અદત્ત ત્યાં મુનિવરોને વંદન કરવા ગયો હતો. એણે ત્યાં રાજાને અશ્વ પર જોયો. શિકારી કૂતરાઓને મુનીશ્વરની સામે શાન્ત મુદ્રામાં બેઠેલા જોયા! તેને ઘણું આશ્ચર્ય થયું. અલબત્ત, તે જાણતો હતો કે રાજા ગુણધર ધર્મવિમુખ છે. શિકાર, જુગાર વગેરે વ્યસનોમાં આસક્ત છે. તેણે જરુર મુનીશ્વરને કષ્ટ આપવાનો પ્રયત્ન કર્યો હશે.
અહદત્તે રાજાને પ્રણામ કરીને પૂછ્યું : 'હે દેવ આ બધું શું છે?” રાજાએ કહ્યું : “શ્વાનસરખા પુરુષને જે ઉચિત હોય તે...”
શ્રેષ્ઠીપુત્રે કહ્યું : “આપ તો પુરુષસિંહ છો.. મહારાજ, ઘોડા ઉપરથી નીચે ઊતરો અને આ સુદત્ત મુનીશ્વરને નમસ્કાર કરો.' રાજા ઘોડા પરથી નીચે ઊતર્યો. મુનીશ્વરને નમસ્કાર કરીને તે શ્રેષ્ઠીપુત્ર પાસે ઊભો.
“હે રાજન, આ મુનીશ્વરનો તમને પરિચય આપું. કલિંગના મહારાજા અમરદત્તનું પુણ્ય નામ આપે સાંભળ્યું હશે. તેમના પછી, તેમના સુપુત્ર સુદત્તકુમાર રાજસિંહાસને બેઠા, ત્યારે તેઓએ યૌવનકાળમાં નવો નવો પ્રવેશ કર્યો હતો. એક દિવસ કોટવાળે એક ચોરને પકડી, તેમની પાસે ઉપસ્થિત કર્યો. કોટવાળે નિવેદન કર્યું : “મહારાજા, આ ચોર છે, હત્યારો છે. તેણે ગત રાત્રિમાં ચોરી કરવા એક ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના વડીલની હત્યા કરી નાખી અને ઘરમાંથી સંપત્તિનું પોટલું લઈને જેવો તે બહાર નીકળ્યો, અમે એને પકડી લીધો. હવે આપને જે શિક્ષા કરવી યોગ્ય લાગે તે કરો.”
મહારાજા સુદત્ત, એ વખતે દંડનીતિના જ્ઞાતા રાજપુરુષોને બોલાવીને, ચોરનો અપરાધ જણાવીને, એને કેવી શિક્ષા કરવી જોઈએ, તે પૂછુયું. રાજપુરુષોએ પરસ્પર પરામર્શ કરી, મુખ્ય ન્યાદેડકે કહ્યું :
હે દેવ, આ પુરુષે એક માનવહત્યા કરી છે અને પરદ્રવ્યની ચોરી કરી છે. બે મોટા અપરાધ કર્યા છે. એટલે આ દુષ્ટને નગરના ચોકમાં ઊભા કરી, પ્રજાને, આણે કરેલો અપરાધ જણાવવો જોઇએ. પછી તેની આંખો બહાર ખેંચી કાઢવી જોઇએ. શ્રી સમરાદિત્ય મહાકથા
03
For Private And Personal Use Only