________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળી પાછાં અમે રાજમહેલનાં નિવાસી બન્યાં.
* જે પુત્ર હતો, તે પિતા બન્યો.
* જે મારી માતા હતી, તે બહેન બની હતી.
* જન્મ બદલાય છે, તેની સાથે સંબંધો બદલાય છે.
* જન્મ બદલાય છે, એની સાથે ભાવ બદલાય છે!
* અમારો શિકાર કરી અમને વીંધી નાખનાર રાજા, અમને ખોળામાં લઈ, આલિંગન આપે છે, વહાલ વરસાવે છે! અમને વિવિધ કળાઓ શીખવે છે, અમને ભરપૂર સુખ-સાધનો આપે છે.
અમે જ્યારે યૌવનમાં આવ્યા, રાજાએ વિચાર્યું :
‘રાજકુમારી અભયમતિનો હવે વિવાહ કરું અને કુમાર અભયરુચિને યુવરાજપદે સ્થાપિત કરું!' એમણે અમારી માતાને પણ પોતાનો અભિપ્રાય જણાવ્યો.
અમારા પિતા-મહારાજાને શિકાર ખૂબ પ્રિય હતો. કારણ કે એમને એમના જીવનમાં ક્યારયે કોઈ મહાત્મા પુરુષનો પરિચય થયો ન હતો, સંપર્ક થયો ન હતો, મહાત્માઓ વિના કોણ આવા પાપમાંથી મુક્ત કરી શકે?
એક દિવસ મહારાજા શિકારે નીકળ્યા. નગરીની બહાર ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનમાંથી એમનો અશ્વ ચાલ્યો જતો હતો, ત્યાં સામે જ તિલકવૃક્ષની નીચે ધ્યાનસ્થ રહેલા એક મહામુનિને જોયા. મહારાજાની ભૃકૂટી ખેંચાણી... મસ્તકે મંડિત મુનિને રાજાએ અપશુકનરૂપ માન્યા! ‘મને અપશુકન થયા!' એમ માનીને એ ગુસ્સે ભરાયા. ‘આજે હું સારો શિકાર નહીં કરી શકું...'
રાજાએ મહામુનિ ઉપર શિકારી કૂતરાઓ છોડી મૂક્યા, નાના વાધ જેવા કૂતરાઓ ભસતા ભસતા મુનિરાજ પાસે પહોંચ્યા. પરંતુ મુનિરાજના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ શિકારી કૂતરા પાળેલા કૂતરા બની ગયા. મુનિરાજના તપ-તેજની ઝળહળતી કાંતિ આગળ કૂતરા શાન્ત થઈ પૂછડી પટપટાવવા લાગ્યા. એટલું જ નહીં, એ શિકારી કૂતરાઓ મુનિરાજને પ્રદક્ષિણા આપવા લાગ્યા. ભૂમિ પર મસ્તક ઢાળીને મુનીશ્વરનાં ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યા.
રાજા સ્તબ્ધ બનીને ઊભો ઊભો આ દ્રશ્ય જુએ છે! જીવનમાં આવો અનુભવ પહેલ-વહેલો જ હતો. જંગલમાં વરુ અને ચિત્તાઓને ફાડી નાખનાર રાક્ષસી કૂતરાઓ જેમના સાન્નિધ્ય માત્રથી ઉપશાન્ત બની મુનીશ્વરનાં ચરણોમાં નમી પડે... એ નાનુંસૂનું આશ્ચર્ય ન હતું.
938
ભાગ-૨ ભવ ચોથો
For Private And Personal Use Only