________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધી રાણીઓ યોગ્ય સ્થાને બેસી ગઈ. હું અને મારી બહેન પણ ઉચિત જગ્યાએ બેસી ગયાં. મહારાજાએ ત્યાં મુનીશ્વર પાસેથી સાંભળેલી અમારી પૂર્વજન્મની કરુણ કથની, કહી સંભળાવી!
અમે ભાઈ-બહેન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. અમારું હૃદય ફફડી ઊડ્યું.
અંતઃપુરની સર્વ રાણીઓ પણ સ્તબ્ધ બની ગઈ. તેઓ નયનાવલીના વિચારમાં ડૂબી... ત્યાં અમને ભાઈ-બહેનને “જાતિસ્મરણ જ્ઞાન' પ્રગટ થયું. અમે અમારા પૂર્વભવોને જોયા! જે પ્રમાણે મુનીશ્વરે અમારા ભવોનું વર્ણન કર્યું હતું, તે જ પ્રમાણે ભવોને જોયા... અમને મૂર્છા આવી ગઈ.. અને ધરતી પર ઢળી પડ્યાં... અમને ઢળી પડેલાં જોઈ અમારી માતા અને અન્ય રાણીઓ કકળી ઊઠી : “અરે... આ વળી શું બની ગયું?' અમારી માતા પણ મૂચ્છિત થઈ ગઈ. રાણીઓએ હૈયાફાટ રુદન કરવા માંડ્યું. દાસીઓએ અમારા પર પવન નાખવા માંડ્યો.. થોડી વાર પછી અમારી મૂચ્છ દૂર થઈ. અમે જાગ્રત થયાં. અમારી માતાની મૂચ્છ પણ દૂર થઈ. અમે માતાને આશ્વાસન આપ્યું... પિતાજીને વિનંતી કરી :
“પિતાજી, અમારી દુઃખપૂર્ણ ભવપરંપરાની યાતનાભરી વાતો સાંભળીને, અમારા હૃદયમાં પણ તીવ્ર વૈરાગ્ય પ્રગટટ્યો છે... અમને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો...?
મહારાજાએ કહ્યું : “આપણે સાથે જ ચારિત્રધર્મ સ્વીકારશું...” મહારાણીએ કહ્યું : “હે સ્વામીનાથ, આપની સાથે અમે સહુ પણ ચારિત્રધર્મ સ્વીકારીશું...” મહારાજાએ કહ્યું : “તમે ઉચિત નિર્ણય કર્યો છે.'
ત્યાર પછી મહારાજાએ મહામંત્રીને કહ્યું: “નગરમાં આઠ દિવસનો પરમાત્મભક્તિનો મહોત્સવ કરાવો. અને મારા ભાણેજ વિજયવર્માને બોલાવી, તેનો રાજ્યાભિષેક કરો. અમે સહુ સાથે આ સુદત્ત મુનીશ્વરનાં ચરણોમાં આજે જ ચારિત્રધર્મ સ્વીકારીશું.”
0 0 0 યશોધર મુનીશ્વરે ધનકુમારને કહ્યું : “કુમાર, અમે સહુએ એ દિવસે ચારિત્રધર્મ સ્વીકાર્યો. અમારી સાથે નગરનાં પણ અનેક સ્ત્રી-પુરુષોએ ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ સ્વીકાર્યો.
એ પછી, મારા મનમાં અચાનક એક વિચાર આવ્યો, મેં ગુરુદેવને વિનંતી કરી : ‘ભગવંત, હવે એક કૃપા કરો... આ નયનાવલીને ધર્મોપદેશ આપો. આપના પ્રભાવથી તે પણ જિનકથિત ધર્મ પામે અને એના સર્વ દુઃખો નાશ પામે.” શ્રી સમરાદિત્ય મહાકથા
ઉંઝા
For Private And Personal Use Only