________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવે કહ્યું : “વત્સ, દુઃખી જીવ પર... ભલે તે અપરાધી હોય, કરુણા જાગવી, તે તારા આત્માની ઉત્તમતા છે, પરંતુ તે સૌમ્ય, નયનાવલીને ધર્મનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી..”
શાથી પ્રભો?
એણે એટલાં બધાં પાપ કર્યો છે... તીવ્ર ભાવે પાપ કરીને તેણે ત્રીજી નરકમાં જવાનું આયુષ્યકર્મ બાંધી લીધું છે. તેને ત્રીજી નરકમાં જવું જ પડશે. ત્યાંનાં ઘોર. દુ:ખો અસંખ્ય વર્ષો સુધી ભોગવવાં પડશે...”
ભગવંત, છતાં જો એ જિનધર્મને પામે તો નરકમાંથી નીકળ્યા પછી પણ એ એના આત્માને શુદ્ધ કરી શકે ને?'
વત્સ, પરંતુ હું ગમે તેટલો ધર્મોપદેશ એને આપું, છતાં એને જિનધર્મ નહીં રુચે! એ મહામોહથી મૂઢ બનેલી છે, માટે એ ઉપદેશને પાત્ર નથી રહી.”
મારી આંખો ભીની થઈ.... નયનાવલીનું ભવિષ્ય જાણીને મુનીશ્વરે કહ્યું : “વત્સ, હવે એ નયનાવલી ઉપર સ્નેહરાગ ના રહેવો જોઈએ. રાગનું બંધન તોડ. એનો વિચાર પણ કરવાનો નથી. તમારે સહુએ દુર્લભ ચારિત્રધર્મ પામીને હવે સારી રીતે તેનું પાલન કરવાનું છે.”
૦ ૦ ૦ અમે ભાઈ-બહેને ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કર્યું. જ્યારે અંતિમકાળ નજીક જાણ્યો, ત્યારે વિધિપૂર્વક અંતિમ આરાધના કરી. કાળધર્મ પામ્યાં. અમે બંને દેવલોકમાં ઉત્પન્ન થયાં.
રીફ
રફ
89
ભાગ-૨ & ભવ ચોથો
For Private And Personal Use Only