________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
€3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવલોકમાં મારાં અસંખ્ય વર્ષ પસાર થઈ ગયાં.
ઘણા જન્મો સુધી ઘોર દુઃખ અને તીવ્ર વેદનાઓ સહ્યા પછી, ‘ચારિત્રધર્મ’ના પ્રતાપે દેવલોકનાં દિવ્ય સુખો ભોગવવા મળ્યાં હતાં, છતાં એ સુખભોગોમાં હું ઉન્મત્ત બન્યો ન હતો. ભાન ભૂલ્યો ન હતો. ત્યાં પણ જ્ઞાન અને શ્રદ્ધાના દીપકો મારા હૃદયને પ્રકાશિત કરતા રહ્યા હતા.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. મારું ચ્યવન થયું. કોશલ-દેશના ‘સાકેત’ નગરમાં મારો જન્મ થયો. રાજકુળમાં જન્મ થયો. પિતાનું નામ રાજા વિનયંધર, માતાનું નામ રાણી લક્ષ્મીવતી. મારું નામ યશોધર પાડવામાં આવ્યું. માતા-પિતાને હું ખૂબ પ્રિય બન્યો. મારું રૂપ, મારું લાવણ્ય, મારી કલાઓ... મારા ગુણો... બધું જ વૃદ્ધિ પામતું ચાલ્યું. જ્યારે હું કિશોર અવસ્થામાં આવ્યો, ત્યારે આસપાસનાં રાજ્યોમાં મારી કીર્તિ પ્રસરવા માંડી. મારાં રૂપની અને કલાઓની વાર્તા ગામ-નગરોમાં થવા લાગી.
પાટલીપુત્રના રાજા ઇશાનસેનની પુત્રી વિનયમતીએ એનાં માતા-પિતાને કહ્યું : ‘હું પરણીશ તો સાકેતના રાજકુમાર યશોધરને જ પરણીશ, બીજા કોઈને નહીં,'
રાજા ઈશાનસેને મંત્રીઓને મારા પિતાજી પાસે મોકલ્યા. મંત્રીઓએ આવીને મારા પિતાને રાજા ઇશાનસેનનો સંદેશો આપ્યો. પિતાજીએ મારી માતા સાથે પરામર્શ કરી હા પાડી દીધી. મને પણ અવ્યક્ત આનંદ થયો. પાટલીપુત્રના મંત્રીઓએ કહ્યું :
‘મહારાજા, અમારા રાજાની રાજકુમારી વિનયવતી કુમારનું સ્વયં વરણ કરવા ચાહે છે, એટલે અમે રાજકુમારીને અહીં સાકેતપુરમાં લઈ આવીશું...' પિતાજી રાજી થયા. મંત્રીઓ પાટલીપુત્ર ગયા અને રાજા ઈશાનસેનને શુભ સમાચાર આપ્યા, રાજા-રાણી અને રાજકુમારને પરમ આનંદ થયો.
સાકેત તરફ પ્રયાણ કરવાની ભવ્ય તૈયારીઓ થવા લાગી. રાજકુમારી વિનયવતી હર્ષાતિરેકથી ઝૂમવા લાગી. વિનયવતી માટે એક સુંદર... સુશોભિત ડોલી તૈયાર થઈ. શુભ મુહૂર્તે તેને ડોલીમાં બેસાડવામાં આવી. એની પાસે એની સખી વસુંધરા બેઠી. આઠ પુરુષોએ ડોલી ઉઠાવી. સહુથી આગળ વાજિંત્રો વાગવા લાગ્યાં, તે પછી એક સો સશસ્ત્ર અશ્વારોહી સૈનિકો ચાલ્યા. ત્યાર બાદ અશ્વારૂઢ બનીને મંત્રીવર્ગ ચાલ્યો. તેમની પાછળ વિનયવતીની ડોલી ચાલવા લાગી. પાછળ પચાસ શસ્તરસજ્જ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
ge