________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રી-સૈનિકો અથારૂઢ બનીને ચાલતાં હતાં. સૌની પાછળ ગજરાજ ઉપર ધનુર્ધારી પાંચ સૈનિકો, ધનુષ્ય પર તીર ચઢાવીને સતર્કપણે બેઠા હતા. રાજ કુમારને આપવા માટે સોનાનાં, રત્નોનાં ખૂબ આકર્ષક આભૂષણો અને વિવિધ વર્ણનાં મૂલ્યવાન વસ્ત્રોની પેટીઓ સાથે લેવામાં આવી હતી.
જ્યારે રાજકુમારી સાકેતના સીમાડામાં પ્રવેશી, મારાં માતા-પિતાએ એનું ભવ્ય સ્વાગત કરી, બાહ્ય ઉદ્યાનમાં ઉતારો આપ્યો. ઉદ્યાનને નંદનવનસશ બનાવવામાં આવ્યું હતું. ઉદ્યાનમાં રહેલા લાલ પથ્થરના મહેલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો. ઉદ્યાનથી શરૂ કરીને રાજમહેલ સુધીના માર્ગને સ્વચ્છ, સુશોભિત અને રમણીય બનાવવામાં આવ્યો હતો. સમગ્ર નગરને નવો શણગાર પહેરાવવામાં આવ્યો હતો.
લગ્નનો શુભ દિવસ આવી લાગ્યો.
રાજમહેલના વિશાળ પ્રાંગણમાં વાજિંત્રો વાગવા લાગ્યાં. નૃત્યાંગનાઓનાં મનોહર નૃત્ય થવા લાગ્યાં. નગરના શ્રેષ્ઠીજનો ભેગા થયા. સ્ત્રીવર્ગ મંગલ ગીત ગાવા લાગ્યો. મને અમારા શ્વેત પટ્ટ હસ્તી પર બેસાડવામાં આવ્યો. દેવકુમારસદશ મારો શણગાર કરવામાં આવ્યો હતો.
રાજપુરુષો સાથે મારા પિતાજી પણ રથમાં બેસીને, મારી પાછળ જ આવતા હતા. રાજમાર્ગો પરથી જાન પસાર થવા લાગી. પ્રજા આનંદાતિરકેથી ઘેલી બની હતી. હું રાજમાર્ગ ઉપરના ભવનોમાં ઊભેલા હજારો સ્ત્રી-પુરુષોનાં અભિવાદન ઝીલી રહ્યો હતો. ત્યાં અચાનક મારી દૃષ્ટિ, નગરશ્રેષ્ઠી કલ્યાણના ભવનમાં પ્રવેશ કરતાં એક મુનિરાજ ઉપર પડી. તેમના હાથમાં પાત્ર હતાં, દંડ હતો... દુષ્ટિ નીચી હતી, મસ્તક મુંડિત હતું. શ્વેત વસ્ત્ર હતાં... મારી દૃષ્ટિ મુનિ પર જડાઈ ગઈ... “મેં આવા મુનિને જોયા છે... આવાં પાત્ર... દંડ વસ્ત્ર બધું જોયું છે... મને આ બધું ગમે છે..' મનમાં ઊહાપોહ ચાલ્યો... મને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું! હું અંબાડીમાં જ ઢળી પડ્યો. હાથીના મહાવત રામભટ્ટે મને પકડી લીધો.. “અરે મહારાજ કુમાર, શું થઈ ગયું તમને?' તે ચિંતાતુર થઈ ગયો. હાથીને ઊભો રાખ્યો. હાથી પર ઊભા થઈને તેણે વાજિંત્રો બંધ કરાવ્યાં.. મહારાજાને બૂમ પાડીને, બોલાવ્યા, તેણે કહ્યું : મહારાજા, કુમાર મૂચ્છિત થઈ ગયા છે. આપ ઉપર આવો.' તરત જ નિસરણી મુકાવી મહારાજા હાથી ઉપર ચડ્યા. મને મૂચ્છિત જોઈને તેઓ અત્યંત ગમગીન બની ગયાં. જાનમાં આવેલા સર્વેનાં મન ચિંતિત થઈ ગયાં.
શું થયું કુમારને? શું થયું કુમારને?' લોકો એકબીજાને પ્રશ્ન પૂછવા લાગ્યા. મારા પિતાજીએ ચંદનદ્રવ મંગાવી મારા પર છાંટ્યું. શીતલ પવન નાખ્યો. ધીરે
ઉ૪૮
ભાગ-ર ક ભવ ચોથો
For Private And Personal Use Only