________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીરે હું ભાનમાં આવ્યો. બેઠો થયો. પિતાજી સામે જોયું. પિતાજીએ પૂછ્યું : “વત્સ, તને શું થઈ ગયું અચાનક?'
મેં સ્થિર દૃષ્ટિએ અને ગંભીર સ્વરે કહ્યું : “પિતાજી, સંસારનું સ્વરૂપ ઘણું ભયંકર
પિતાજી બોલ્યા : “વત્સ, આ અવસર સંસારના સ્વરૂપને વિચારવાનો નથી!'
મેં કહ્યું : “પિતાજી, આપની દૃષ્ટિએ અવસર ભલે સંસાર સ્વરૂપ વિચારવાનો ના હોય, પરંતુ મને જે જ્ઞાન પ્રગટ્યું છે. એ જ્ઞાનના પ્રકાશમાં મેં સંસારના બિહામણા સ્વરૂપને જોયું છે. એ કથા મોટી છે. મારે આપને કહેવી છે. આપણે, અહીં બાજુની મહાસભામાં બેસીએ. મારાં માતાજીને બોલાવો. મહામંત્રી, નગરશ્રેષ્ઠી વગેરે પ્રમુખ નગરજનોને બોલાવો. હું એ બધાની સમક્ષ મેં જોયેલી ભવપરંપરાની હૃદયવિદારક કથા કહીશ...”
જાનને રાજમાર્ગ પર જ સ્થગિત કરી દીધી. અમે સહુ પાસેના સભાગારમાં જઈને બેઠા. ત્યાં મેં મારા જાતિસ્મરણ જ્ઞાનની વાત કરી. એ જ્ઞાનના પ્રકાશમાં જોયેલા - જે સુરેન્દ્રદત્ત રાજા અને નયનાવલી રાણીનો ભવ.
મોર અને કૂતરાનો ભવ. * નોળિયા અને સર્પનો ભવ. છે રોહિત મત્સ્ય અને શિશુમાર જળચરનો ભવ. બકરા અને બકરીનો ભવ. બોકડા અને પાડાનો ભવ. છે કૂકડાનો ભવ. જ અભયરુચિ અને અભયમતી - ભાઈ-બહેનનો ભવ.
દેવલોકનો ભવ. છે અને આ વર્તમાન ભવ. નવે ભવની કથા કહી સંભળાવી. પછી મેં પિતાજીને કહ્યું : “પિતાજી, સુરેન્દ્રદત્તના ભવમાં, માતાના અતિ આગ્રહથી કરેલું એક દુષ્કૃત્ય.. તેનું કેવું ભયંકર પરિણામ કેટલા ભવ સુધી ભોગવવું પડ્યું?'
હા વત્સ, ઘણું જ ભયંકર પરિણામ મારા પિતાજીના હૃદયમાં વૈરાગ્ય પ્રગટી ગયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
986
For Private And Personal Use Only