________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પિતાજી, આ સંસાર સર્વથા નિર્ગુણ છે. મોહાધીન મનુષ્યો, સંસારના સાચા સ્વરૂપને જોઈ શકતા નથી, ન વિચારવાનું વિચારે છે, અને ન આચરવાનું આચરે છે... પોતાના ભવિષ્યનો વિચાર કરતા નથી. પરિણામે જન્મ-જરા અને મરણ, રોગ અને શોક, પ્રિય વિયોગ અને અપ્રિય સંયોગ... આદિ કર્મજન્ય વિકારોથી જીવો ઘેરાયેલા રહે છે...
માટે પિતાજી, આ મારી ભવપરંપરા જોઈને મારું ચિત્ત વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે, આપ મને અનુમતિ આપો... કે જેથી હું ચારિત્રધર્મ અંગીકાર કરી, મારા મનુષ્યજીવનને સફળ કરું,'
મારા પિતાજીને મારા પર અત્યંત મોહ હતો. આમેય જીવ અનાદિકાળથી મોહાભ્યાસવાળો તો છે જ! પિતાજીએ કોઈ વિચાર કર્યા વિના મને કહ્યું :
‘પુત્ર, તારી સ્નેહસભર માગણીને હું નકારતો નથી, તું અવશ્ય મનુષ્યજીવન સફળ કર. તે માટે સર્વ પ્રથમ તું ઇશાનસેન રાજાની પુત્રી સાથે વિવાહ કર. પછી પ્રજાનું પાલન કરજે... અને ત્યાર બાદ ભલે ચારિત્રધર્મ અંગીકાર કરજે.'
મેં કહ્યું : ‘પિતાજી, આપને મેં કહ્યું જ છે કે મારું આ ચિત્ત સંસાર પ્રત્યે, વૈષયિક સુખો પ્રત્યે, રાજ્યવૈભવ પ્રત્યે વિરક્ત બન્યું છે... માટે લગ્નની વાત જ ના કરો.'
‘પુત્ર, તું મને કહે કે સ્ત્રી સાથે લગ્ન કરવામાં કયું પાપ લાગે છે?’
‘પિતાજી, સ્ત્રી ઉપરનું મમત્વ... સ્ત્રી સાથેનાં લગ્ન... એટલે એવો જીવલેણ વ્યાધિ છે કે જેનું કોઈ ઔષધ નથી.
લગ્ન કરવાથી -
* મોહવાસના વધતી જાય છે.
* ધીરજ ખૂટતી જાય છે!
* અંત વિનાના વિવાદો પેદા થાય છે.
* શાન્તિ'નું તત્ત્વ અદશ્ય થઈ જાય છે.
* અશાન્તિનો અજગર ભરડો દે છે.
* મિથ્યાભિમાન... અહંકાર જીવનમાં પ્રવેશે છે.
* ધર્મધ્યાન’ અસંભવ જેવું બની જાય છે.
* આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની આગ પ્રગટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પાર વિનાનાં શારીરિક, માનસિક દુઃખો જન્મે છે.
* સુખ માત્ર સ્વપ્ન બની જાય છે... અને
gua
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ ચોથો