________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસંખ્ય પાપોથી જીવન ભરાઈ જાય છે. પિતાજી, લગ્ન કર્યા એટલે પાંજરામાં પુરાયેલાં સિંહ જેવી મનુષ્યની પરવશ દા થાય છે. સમર્થ પુરુષો પણ ગૃહવાસમાં, સ્ત્રીના બંધનમાં સિદાયા કરતા હોય છે.
પિતાજી, જે મનુષ્યજીવનમાં ચિંતામણી-રત્નસમાન જિનવચનો મળ્યાં છે, તે મનુષ્યજીવનમાં પરમ સુખ આપનાર ચારિત્રધર્મની આરાધના કરી લેવી જોઈએ! મનુષ્યજીવનમાં જ ચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શકાય છે. માટે પિતાજી, બીજી બધી વ્યર્થ વાતો છોડી, મને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો.'
મારા પિતાજીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ ગદ્દગદ સ્વરે બોલ્યા : “વત્સ, તારી વાત તદ્ન સત્ય છે... હું સમજું છું.... પરંતુ આ સ્નેહઘેલું હૃદય.. તને અનુમતિ આપવા દેતું નથી... મારું હૃદય દુઃખી... દુઃખી થઈ જાય છે.. તારા પ્રત્યેનો અવિહડ પ્રેમ.. મને અટકાવે છે અનુમતિ આપતાં...'
“પિતાજી, જે પ્રેમ, જે સ્નેહ આપણને દુઃખી કરે છે, તે પ્રેમને, તે નેહને શા માટે હૃદયમાં રાખવો? એનો ત્યાગ કરો. આ સ્નેહરાગ જ જીવને સંસારમાં ભટકાવે છે. સ્નેહરાગથી સંસાર વધે છે, સ્નેહરાગ નષ્ટ થવાથી સંસારનું નિર્વાણ થાય છે.”
પિતાજી, માતાજી અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકો ઊંડા વિચારમાં ડૂબી ગયા.. પિતાજીએ મારી સામે જોઈને કહ્યું : “વત્સ, તું તારા સુખની વાત કરે છે, તે ઠીક છે, પરંતુ પેલી બિચારી રાજકુમારી.. કોડભરીને અહીં આવી છે તારું વરણ કરવા... એનું શું થશે? એ કેવી દુઃખી થઈ જશે?'
મેં કહ્યું : “પિતાજી, એ વાત મારી દૃષ્ટિએ મહત્ત્વની નથી. આપ રાજકુમારીને, સુયોગ્ય વ્યક્તિ સાથે આ વૃત્તાંત મોકલી આપો... મને લાગે છે કે એ પણ પ્રતિબોધ પામશે! એના હૃદયમાં પણ ચારિત્રધર્મ સ્વીકારવાની ભાવના જાગશે!'
વત્સ, હું રાજપુરોહિત શંખવર્ધનને મોકલું છું. તેઓ અહીં ઉપસ્થિત છે, અને તે કહેલી બધી વાતો તેમણે સાંભળી છે. તેઓ રાજકુમારીને બધી જ વાત સારી રીતે કરશે. રાજ કુમારીનો પ્રત્યુત્તર લઈને તેઓ આવશે ત્યાં સુધી આપણે કોઈ નિર્ણય નહીં કરીએ.'
પિતાજીએ રાજપુરોહિત શંખવર્ધનને વિદાય કર્યા. બીજી બાજુ રાજમાર્ગ ઉપર ઊભેલી જાનનું પણ વિસર્જન કરી નાખ્યું. કારણ કે રાજપુરોહિતને જ કરવાનું હતું, તેમાં જ એક પ્રહર વીતી જવાનો હતો. એ અરસામાં લગ્નનું મુહુર્ત પસાર થઈ જવાનું હતું.
રાજપુરોહિત રાજકુમારીના આવાસમાં પહોંચ્યા. દ્વારરક્ષકને કહ્યું : “રાજ કુમારીને શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only