________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહો કે મહારાજા વિનયંધરનો સંદેશો લઈ, હું તેમનો પુરોહિત શંખવર્ધન આવ્યો છું. મારે તેઓને મળવું છે.”
દ્વારરક્ષકે રાજકુમારીની અનુમતિ મેળવી, પુરોહિતને પ્રવેશ કરાવ્યો. વિનયવતીએ પુરોહિતનનો વિનય કર્યો. બેસવા માટે આસન અપાવ્યું. પુરોહિત આસન પર બેઠા. તેમણે કહ્યું : “રાજ કુમારીજી, મારે આપને મહારાજાનો સંદેશો આપવાનો છે.”
“આપ નિઃસંકોચ કહો.” ‘આપે ખૂબ જ જાગ્રત ચિત્તે સાંભળવાનો છે, આ સંદેશ!
રાજકુમારી વિનયવતીએ ઘૂંઘટ દૂર કર્યો. પુરોહિતને પ્રણામ કર્યા અને નજીક આવીને આસન પર બેઠી. પુરોહિતે કહ્યું :
લગ્ન કરવા માટે રાજકુમારની જાન રાજમહેલથી રવાના થઈ ગઈ હતી. રાજમાર્ગ પર કુમારે એક મુનિરાજને કલ્યાણશ્રેષ્ઠીના ભવનમાં ભિક્ષાર્થે પ્રવેશ કરતા જોયા... તેઓને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું! હાથી પર જ તેઓ મૂચ્છિત થઈ ગયા. ચંદનાદિના ઉપાયો કરવાથી તેઓ ભાનમાં આવ્યા. તેમણે કહ્યું કે “મને મારા પૂર્વના નવ ભવ યાદ આવ્યા છે!' તેઓએ એ નવે ભવોનો વૃત્તાંત કહી સંભળાવ્યો... અને ત્યાર બાદ તેઓએ ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ માંગી!'
રાજકુમારીએ કહ્યું : “તેઓએ જે પોતાના નવ ભવોનો વૃત્તાંત કહ્યો, તે મને કહી શકશો?”
અવશ્ય રાજકુમારીજી, આપને નવે ભવોનો વૃત્તાંત કહેવાની મહારાજાની આજ્ઞા છે. આપ એ વૃત્તાંત સાંભળ્યા પછી, જે પ્રત્યુત્તર આપશો તે પ્રત્યુત્તર મારે મહારાજાને અને રાજકુમારને સંભળાવવાનો છે. હવે હું નવ ભવોની એ ભયાનક કથાની શરૂઆત કરું છું ?
આ જ દેશમાં વિશાલા' નામની મોટી નગરી છે.
એ નગરીમાં અસંખ્ય વર્ષ પૂર્વે અમરદત્ત નામના રાજા હતા. તેમના પુત્ર હતા કુમાર સુરેન્દ્રદત્ત. મહારાજાએ કુમારનો રાજ્યાભિષેક કરી, ચારિત્રધર્મ સ્વીકાર્યો. સુરેન્દ્રદત્ત રાજા બન્યા. તેમની માતાનું નામ યશોધરા હતું અને પત્નીનું નામ નયનાવલી હતું... માતા યશોધરાને પુત્ર સુરેન્દ્રદત્ત ઉપર અગાધ સ્નેહ હતો...”
આટલી વાત સાંભળતાં જ રાજકુમારી વિનયવતી મૂછિત થઈ ભૂમિ પર ઢળી પડી. “અરે, આ શું થયું?” પુરોહિત ગભરાઈ ગયા. ઊભા થઈ ગયા. દાસીઓ દોડી આવી. મંત્રીઓ દોડી આવ્યા. રાજકુમારીને ભાનમાં લાવવા માટે ઉપાયો કરવા લાગ્યા. થોડી વાર પછી રાજકુમારીએ આંખો ખોલી.... પુરોહિતે પૂછયું : “અરે
ભાગ-૨ # ભવ ચોથો
ઉપરા
For Private And Personal Use Only