________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાજપુત્રી તમને અચાનક શું થઈ ગયું?'
રાજપુત્રીએ કહ્યું : ‘પુરોહિતજી, આ સંસારની વિચિત્રતા અજ્ઞાની મનુષ્ય કેવી રીતે જાણી શકે?'
એવી કેવી વિચિત્રતાની આપ વાત કરો છો?'
‘પુરોહિત, રાજા સુરેન્દ્રદત્તની માતા જે યશોધરા હતી, તે હું જ હતી! મને તમારી વાત સાંભળતાં... ‘જાતિસ્મરણ જ્ઞાન' પ્રગટ થયું છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહીને રાજકુમારીએ... કુમાર સાથેના નવ ભવોનો વૃત્તાંત કહી સંભળાવ્યો... પુરોહિતે વિચાર્યુ... ‘જે પ્રમાણે કુમારે નવ ભવની કથા કહી, તે જ પ્રમાણે આ રાજકુમારી પણ કહે છે! એટલે વાત તદ્દન સાચી છે.' પુરોહિતે, સંપૂર્ણ વાર્તા સાંભળ્યા પછી વિનયવતીને કહ્યું :
‘દેવી, રાજકુમાર યશોધર સંસારથી વિરક્ત થયા છે, અને ચારિત્રધર્મ સ્વીકારવા તત્પર બન્યા છે. મહારાજાએ પૂછાવ્યું છે કે આવા સંયોગમાં એમણે શું કરવું જોઈએ.'
રાજકુમારીએ કહ્યું : ‘કુમારના મનોરથ પૂર્ણ કરો. દીક્ષાની અનુમતિ આપો. મારું મન પણ સંસારથી વિરક્ત બન્યું છે.’
રાજપુરોહિતે મહારાજા વિનયંધરની પાસે આવી, વિનયવતીની બધી વાત કરી. મહારાજા વિનયંધરને વૈરાગ્ય થયો. તેમણે કુમારને કહ્યું : ‘હું પણ તમારા બેની સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીશ.'
મહારાજાએ પોતાના નાના ભાઈ યશોવર્ધનનો રાજ્યાભિષેક કર્યો. જિનમંદિરોમાં મહોત્સવ મંડાવ્યા. રાજપુરુષોનું સન્માન કર્યું. દીન-અનાથ જનોને ભરપૂર દાન દીધું.
શ્રી સમરાદિત્ય મહાકથા
ગુરુદેવ ઈન્દ્રભૂતિ પાસે પિતાજી, માતાજી, વિનયવતી અને અનેક શ્રેષ્ઠીઓ સાથે મેં ચારિત્રધર્મ સ્વીકાર્યો.
For Private And Personal Use Only
૫૩