________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
LGBT
૯૪
યશોધર મુનીશ્વરે ધનકુમારને કહ્યું : ‘કુમાર, આ મારું પોતાનું નવ ભવનું ચરિત્ર જ મને વૈરાગી બનાવી ગયું.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકુમારે કહ્યું : ‘ભગવંત, આપના વૈરાગ્યનું કારણ અદ્ભુત છે. આવી નવ-નવ ભવની કરુણ કથા સાંભળીને કયા ભાવુક હૃદયવાળા મનુષ્યને વૈરાગ્ય ના થાય? થાય જ. કારણ આ સંસાર સાચે જ, આપે બતાવ્યો તેવો છે. મેં પણ તેની ભયાનકતા અને અસારતા મારા જીવનમાં અનુભવી છે. હે ભગવંત, મારે શું કરવું જોઈએ, તે અંગે આજ્ઞા કરો.’
યશોધર મુનીશ્વરે કહ્યું : ‘કુમાર, તારે ચારિત્રધર્મ અંગીકાર કરવો જોઈએ. કા૨ણ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ સિવાય બધું જ સુલભ છે, ચારિત્રધર્મની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે! કેવી રીતે દુર્લભ છે, એ વાત તને હું વિસ્તારથી સમજાવું છું.
સમગ્ર જીવસૃષ્ટિમાં જીવો બે પ્રકારનાં છે : સ્થાવર અને ત્રસ. તેમાં પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના અને વનસ્પતિના જીવો સ્થાવર કહેવાય. આ જીવોને માત્ર એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. માટે તેઓ એકેન્દ્રિય' જીવો કહેવાય છે. આ જીવોની સંખ્યા અનંત છે. એમાંય જે વનસ્પતિના જીવો હોય છે, તે બે પ્રકારના હોય છે : પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિના જીવો, એક શરીરમાં એક જીવ હોય. સાધારણ વનસ્પતિના જીવો, એક શરીરમાં અનંત હોય. એવાં શરીર પણ અનંત હોય છે. એક શરીરમાં અનંત જીવો એક સાથે રહેતા હોય છે. અનંતકાળ સુધી તે – તે શરીરમાં જન્મ-મરણ પામતા હોય છે... દુઃખ પણ અંત વિનાનું હોય છે એ જીવોને,
ઉપસ
આ સ્થાવર જીવોની અપેક્ષાએ ત્રસ જીવોનું જીવન ચઢિયાતું હોય છે. તે જીવો ચાર પ્રકારના હોય છે : ‘બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય.' બેઇન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના જીવો - કીડા, કરમિયાં, પતંગિયા, ભમરા વગેરે અનેક પ્રકારના હોય છે. આ બધી ત્રસ જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ-મરણ કરતાં કરતાં... જીવ મુશ્કેલીથી પંચેન્દ્રિય બને છે. એટલે કે બેઇન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો કરતાં પંચેન્દ્રિય જીવોનું જીવન ચઢિયાતું છે.
પંચેન્દ્રિય જીવોમાં ગધેડા, ઊંટ, ગાય, ભેંસ, કૂતરા વગેરે તિર્યંચ જીવો પણ હોય છે. લાખો પ્રકારના તિર્યંચ-પંચેન્દ્રિય જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ-મરણ કરતાં કરતાં મનુષ્યજીવન મળે છે! તિર્યંચ પંચેન્દ્રિય કરતાં મનુષ્યજીવન ઘણું દુર્લભ હોય છે.
ભાગ-૨ * ભવ ચોથો
For Private And Personal Use Only