________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્યોમાં પણ અનાર્ય, શક, યવન, બર્બર વગેરે દેશોમાં જન્મ થવો દુર્લભ નથી. આર્ય દેશમાં પણ ધોબી, મોચી, શિકારી, પારધી, માછીમાર વગેરે હિંસક અને પાપી જાતિઓમાં જન્મ થવો દુર્લભ નથી, પરંતુ ઇક્ષ્વાકુ વગેરે ઉત્તમ જાતિઓમાં જન્મ થવો દુર્લભ છે.
ઉત્તમ જાતિઓમાંય જન્મ થાય, પરંતુ કાણો, લંગડો, કૂબડો, ઠીંગણો, બહેરો, આંધળો કે મૂંગો જન્મે, રોગગ્રસ્ત જન્મે... તેનો કોઈ વિશેષ અર્થ નથી હોતો. એ જન્મ દુર્લભ ના કહેવાય.
પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, નિરોગી શરીર મળે, પરંતુ શસ્ત્ર વગેરેથી અકાળે મોત આવે... તો એ મનુષ્યજીવનને દુર્લભ ના કહેવાય. સંપૂર્ણ આયુષ્ય મળે તો દુર્લભ કહેવાય.
પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, શરીર નીરોગી મળે, આયુષ્ય પરિપૂર્ણ મળે... છતાં જો ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ... વગેરે દોષોથી મનુષ્ય ઘેરાયેલો હોય, તો એનું જીવન દુર્લભ નથી. એવો મનુષ્ય ધર્મબુદ્ધિ નથી પામી શકતો.
કદાચ... કોઈ નિમિત્તથી તેને ધર્મબુદ્ધિ પ્રાપ્ત થાય, પરંતુ એ ધર્મબુદ્ધિ, અજ્ઞાની એવા ધર્મપ્રવર્તકો પાસેથી પ્રાપ્ત થાય, તો એ સંસારમાં ભટકતો થઈ જાય. એવી કુધર્મની પ્રાપ્તિ, દુર્લભ નથી.
સર્વજ્ઞભાષિત ધર્મની પ્રાપ્તિ થાય, તો દુર્લભ પ્રાપ્તિ સમજવી જોઈએ. એ દુર્લભ ધર્મપ્રાપ્તિ થઈ જવા છતાં, એ ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા થવી મુશ્કેલ છે. કારણ કે અનાદિ ભવપરંપરામાં અભ્યસ્ત થયેલી અશુભ ભાવનાઓ ‘શ્રદ્ધા’ થવા દેતી નથી,
કોઈ સદ્ગુરુના આલંબનથી કે પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી શ્રદ્ધા પણ દૃઢ થઈ જાય, છતાં ‘ચારિત્રધર્મ'ની પ્રાપ્તિ થવી સરળ નથી હોતી... ઇન્દ્રિયોની સ્વચ્છંદતા એમાં બાધક બનતી હોય છે. કષાયોની પ્રબળતા એમાં અવરોધ પેદા કરતી હોય છે. ૨સ-ઋદ્ધિ અને શાતા-ગારવો એમાં વિઘ્નભૂત બનતા હોય છે. છતાં, આ બધા શત્રુઓ ૫૨ વિજય મેળવીને જે મનુષ્ય ચારિત્રધર્મ પામે છે... તે ખરેખર અતિ દુર્લભ તત્ત્વને પામે છે, તે ધન્ય બની જાય છે.
કુમાર, એવો ચારિત્રધર્મ તું પામી શકે છે! અને એવા ચારિત્રધર્મની નિરતિચાર પાલના ક૨ીને તું પરમપદને પામી શકે છે. એ જ પામવા જેવું છે... કે જે શાશ્વત છે! એના સિવાય કંઈ જ મેળવવા જેવું નથી.
કુમાર, તું સમજ કે સંસારના સર્વ સંયોગો ક્ષણિક છે, નાશવંત છે. કોઈ પણ પ્રિયજન હો, કોઈનોય સંયોગ કાયમ રહેતો નથી. એક દિવસ એ સંયોગ નાશ પામવાનો જ! કારણ કે મૃત્યુ પર, આ દુનિયામાં કોણે વિજય મેળવ્યો છે? મૃત્યુ મનુષ્યને જ નહીં, દેવોને પણ છોડતું નથી. માટે સ્વજન સમાગમોને ક્ષણિક જાણ. એના પરનાં રાગનાં બંધન તોડ.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
ՏԱԱ