________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ભાગવા લાગી. “હે આર્યપુત્ર, હે આર્યપુત્ર, જલદી આવો... મને બચાવો...' તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. અમે એ સ્ત્રીને કોઈ મારી ના નાખે, એના પર બળાત્કાર ના કરે એ દૃષ્ટિથી પકડી લીધી અને કહ્યું : “દેવી, તમે ભય ના પામો, અમે વિદ્યાધર ચકવર્તી મહારાજા ચક્રસેનના સેવકો છીએ. અમે તમારી રક્ષા કરીશું. પરંતુ એ તો ત્યાં જ મૂચ્છિત થઈ ગઈ. અમે તેને વિવેકપૂર્વક ઉપાડીને, મલય પર્વતના એક ઉદ્યાનમાં પર્ણશૈયા પર સુવાડી દીધી... પરંતુ જ્યારે તેની મૂચ્છ દૂર થઈ ત્યારે તે ઊભી થઈ ગઈ... ભયથી ધ્રુજવા લાગી....” હે આર્યપુત્ર... હે આર્યપુત્ર..” બોલતી કરુણ રુદન કરવા લાગી.
અમે એને પૂછ્યું : “દેવી, તમારા એ આર્યપુત્ર તમને મૂકીને, ક્યાં ગયા હતા? તેણીએ કહ્યું : “તેઓ મારા માટે ફળ અને પાણી લેવા ગયા હતા... ત્યાં પાસેના સરોવરમાં જ ગયા હતા.'
અમે કહ્યું : “દેવી, તમે ધીરજ રાખો. અમે તેમને શોધીને, અહીં લઈ આવીએ છીએ.' અમે શોધવા ગયા. પરંતુ એ સ્ત્રીનો પતિ મળ્યો નહીં. અમે એને પાણી લાવી આપ્યું, પણ એ પાણી પીતી નથી. ફળો લાવી આપ્યાં, છતાં ફળો ખાતી નથી. સતત હે આર્યપુત્ર... હે આર્યપુત્ર..” બોલતી રહે છે. અમે એને ત્યાં બેસાડીને, આવ્યા છીએ, હવે આપ જેમ કહો તેમ કરીએ...”
મહારાજા ચક્સને મારા તરફ જોઈને કહ્યું : “ભદ્ર, તમે જાતે જઈને જુઓ કે એ સ્ત્રી તમારી પ્રિયતમા છે કે કેમ?
એક વિદ્યાધરની સાથે, હું એ શિખર પર ગયો કે જ્યાં વિલાસવતીને રાખવામાં આવી હતી. મેં એને જોઈને, સાથે આવેલા વિદ્યાધરને કહ્યું : “આ જ મારી પ્રિયતમા છે.” એણે મને જોયો.. કે તરત એ ઊભી થઈ ગઈ...' અરે, આર્યપુત્ર, તમે....?'
હા, દેવી, આ ઉપકારી વિદ્યાધર છે, તેમણે તારી પેલા અજગરથી રક્ષા કરી હતી. અને તને અહીં સુરક્ષિત સ્થાને લઈ આવ્યા હતા. મને પણ આ જ ઉપકારી પુરુષ અહીં લઈ આવ્યા છે.” - વિલાસવતીએ વિદ્યાધરને કૃતજ્ઞભાવે પ્રણામ કર્યા. વિદ્યાધરે કહ્યું : “તમે બંને અહીં જ બેસો. હું તમારા માટે આહાર અને પાણી લઈ આવું.'
વિદ્યાધરના ગયા પછી વિલાસવતી મારા હાથે વળગીને બેસી. “નાથ, હવે એક ક્ષણ પણ મને આપનાથી અળગી ના રાખશો. સારું થયું, આ ઉપકારી વિદ્યાધરો આવી ગયા.. નહીંતર, પેલો લાંબો, કાળો ને જાડો અજગર મને ગળી જ જાત.'
‘દેવી, મેં એ અજગરને જોયો. તે “નયનમોહન' વસ્ત્રને ગળી જ ગયો હતો.... અને તેથી મેં માની લીધેલું કે એ તને પણ ગળી ગયો છે. તેથી મારા પર જે દુ:ખ વીત્યું છે. તે હું નહીં કહું.. નાહક તું વધારે દુઃખી થાય.” ૭૮
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only