________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાધર અમારો એ માટે દિવ્ય આહાર અને પાણી લઈ આવ્યો. અમે બંનેએ પેટ ભરીને, ભોજન કરી લીધું.
વિદ્યાધરે કહ્યું : “હે મહાપુરુષ, હવે આપણે મહારાજા પાસે જઈએ. તેઓ આપણી રાહ જોતા હશે...”
અમને બંનેને વિમાનમાં બેસાડી, આકાશમાર્ગે તે મહારાજા ચક્સન પાસે લઈ ગયો. અમે મહારાજાને પ્રણામ કર્યા અને કહ્યું : હે ઉપકારી મહાપુરુષ, આપના અનુગ્રહથી મને મારી પત્ની મળી ગઈ...'
મહારાજાએ કહ્યું : “બહુ સારું થયું. કહે, હવે બીજું હું તારું શું પ્રિય કરું?” મહારાજાએ મને તેમની પાસે બેસાડી, મારી પીઠ પર હાથ પસવાર્યો. વિલાસવતીને બેસવા માટે, વિદ્યાધરે આસન આપ્યું. સંકોચ સાથે તે એક બાજુ આસન પર બેસી ગઈ. મેં મહારાજાને વિનયપૂર્વક કહ્યું : “હે કૃપાવંત, આપે જે કરવા જેવું હતું તે કર્યું જ છે. હવે બીજું કોઈ કાર્ય નથી.”
કુમાર, મેં તારા શરીરનાં લક્ષણો જોયાં છે. એના આધારે કહું છું કે તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ. તે માટે હું તને એક મહાવિદ્યા આપવા ઇચ્છું છું. તેનું નામ છે “અજિતબલા.' આ મહાવિદ્યા જે-તે માણસ સિદ્ધ નથી કરી શકતો. તું કરી શકીશ. જોકે આ મહાવિદ્યાની સાધના નિર્વિઘ્ન છે.' તેમણે મારી સામે જોયું. મેં કહ્યું : “જેમ આપ કહેશો તેમ કરીશ.” તેઓ પ્રસન્ન થયા.
તેમણે વિલાસવતીની સામે જોઈને કહ્યું : “વત્સ, તું અહીં બેસજે. હું આ તારા પ્રિયતમને સામેની ગુફામાં લઈ જાઉં છું. તેને મહાવિદ્યા આપીને, અમે બંને પાછા આવીએ છીએ. આ બે વિદ્યાધરો અહીં તારી રક્ષા કરશે... નિશ્ચિત રહેજે.'
વિલાસવતીએ મારી સામે જોયું. મેં એને આંખોના ઇશારાથી જ, સમજાવી દીધું કે “તું અહીં નિર્ભય છે.'
અમે ગુફામાં ગયા.
મને એમણે એમની સામે પદ્માસને બેસાડ્યો. મંત્રોથી મારી શરીરરક્ષા કરી અને મને મહાવિદ્યાનો મંત્ર આપ્યો. મંત્રની સાધના કરવાની વિધિ સમજાવી, અને કહ્યું : ‘કુમાર, ઉત્સાહ અને દઢ મનોબળથી, તું આ મહાવિદ્યા સિદ્ધ કરજે. મારા તને આશીર્વાદ છે.'
અમે બહાર આવ્યા.
મહારાજાનું વિમાન તૈયાર હતું. વિદ્યાધરો સાથે તેઓ વિમાનમાં બેસી ગયા. મેં અને વિલાસવતીએ તેમને પ્રણામ કર્યા. તેમણે અમને આશીર્વાદ આપ્યા ને વિમાન આકાશમાર્ગે ચાલ્યું ગયું.
મલયપર્વતના એ ઉત્તુંગ શિખર પર હવે હું અને વિલાસવતી બે જ હતાં, પરંતુ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only