________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હવે મને કોઈ ભય ન હતો. વિલાસવતીએ મને કહ્યું : ‘સ્વામીનાથ, તમે ગુફામાં ગયા... ને હું તો ભયથી ફફડતી રહી. તપસ્વિની માતાએ આપેલો મંત્ર રટતી રહી... પરંતુ હવે મને આ રીતે એકલી મૂકીને, તમે ક્યાંય ના જશો. મારું હૃદય નબળું પડી ગયું છે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘દેવી, હૃદયને દૃઢ કરવું પડશે... કારણ કે જ્યારે હું મહાવિદ્યા સિદ્ધ કરવા જઈશ ત્યારે તું સાથે નહીં આવી શકે. અને મહારાજા ચક્રસેનની આજ્ઞા છે એટલે મહાવિદ્યા તો મારે સિદ્ધ કરવી જ પડશે.'
‘ભલે, આપ મહાવિદ્યા સિદ્ધ કરજો, પરંતુ મારી સંપૂર્ણ સુરક્ષા ક૨ીને, પછી સાધના કરજો. હું તમારી સાધનામાં વિઘ્નભૂત નહીં બનું... પરંતુ આપ જાણો છો કે હું કેવાં કેવાં સંકટોમાંથી પસાર થઈ છું? એક સ્ત્રી અને તે રૂપવતી હોય છે, ત્યારે એના પર જલદી આફત આવે છે.’
‘તારી વાત સાચી છે. સાથે સાથે હું પણ વિચાર કરું છું કે જ્યાં સુધી મને કોઈ ઉત્તર સાધક ન મળે ત્યાં સુધી હું સાધના કેવી રીતે કરીશ? આવી વિદ્યાસિદ્ધિ કરવા માટે કોઈ સુયોગ્ય ઉત્તર સાધક જોઈએ જ.’
‘નાથ, જો તમે મહારાજાને આ વાત કરી હોત તો તેઓ શું એક-બે વિદ્યાધર તમને ના આપત?'
‘આપત, પરંતુ તેઓના ગયા પછી મને આ વિચાર આવ્યો. જોકે આ ઉત્તર સાધકની વાત મહારાજા જાણતા જ હોય... છતાં તેમણે મને આ અંગે કોઈ વાત ના કરી. બીજાં બધાં વિધિ-વિધાનો તેમણે મને બતાવ્યાં...’
‘નાથ, મહારાજાએ કરેલી ભવિષ્યવાણી સાંભળીને તો હું હર્ષવિભોર થઈ ગઈ હતી...’ ‘કઈ ભવિષ્યવાણી?’
૭૨
‘આપ વિદ્યાધર-રાજા બનશો-એ ભવિષ્યવાણી'
‘અને એના સંદર્ભમાં જ આ મહાવિદ્યા સિદ્ધ કરવાનું તેમણે મને કહ્યું હશે... જો આ સમયે મિત્ર વસુભૂતિ હોત તો એ મારો ઉત્તર સાધક બની શકત.’
‘આ આવ્યો તમારો મિત્ર વસુભૂતિ.' યોગીના વેષમાં આવી પહોંચેલો વસુભૂતિ મને ભેટી પડ્યો...
For Private And Personal Use Only
ભાગ-૨ ભવ પાંચમો