________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે બંને મિત્રો એક-બીજાને ભેટી, આનંદનાં આંસુ વહાવવા લાગ્યા. વિલાસવતીની આંખો પણ હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. વસુભૂતિએ કહ્યું :
‘આ છે કર્મોની વિચિત્રતા, ભાગ્યની રમત.’
યોગી વસુભૂતિને મેં નમન કર્યું. વિલાસવતીએ પણ નમન કર્યું. તેમણે અમને જમણો હાથ ઊંચો કરીને, આશીર્વાદ આપ્યા. ‘હે મિત્ર, તું દીર્ધાયુ હો. હે દેવી, તું અખંડ સૌભાગ્યવતી હો,’
મેં વસુભૂતિને બેસવા પલ્લવાસન આપ્યું. વિલાસવતીએ તેનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું. પછી અમે સાથે જ ભોજન કર્યું. મેં વસુભૂતિને પૂછ્યું : “મિત્ર, આપણું વહાણ ભાંગી ગયા પછી તેં કેવી રીતે સમુદ્રને પાર કર્યો? તું કયા દેશના કિનારે પહોંચ્યો? તેં શું પ્રાપ્ત કર્યું, અને અત્યારે તું ક્યાં છે?' પ્રશ્નોની એક હારમાળા રચી દીધી. વસુભૂતિએ કહ્યું : ‘જેવું વહાણ ભાગ્યું, એ વહાણનું જ એક પાટિયું મારા હાથમાં આવી ગયું!'
મેં કહ્યું : ‘મિત્ર, મારા હાથમાં પણ એવું પાટિયું જ આવી ગયું હતું.’
વસુભૂતિએ કહ્યું : ‘ચાર દિવસ અને ચાર રાત હું સમુદ્રમાં તરતો રહ્યો... પાંચમા દિવસે હું મલય પ્રદેશના કિનારે પહોંચ્યો. હું પાટિયા સાથે મૂર્છિત અવસ્થામાં કિનારે પડેલો હતો, ત્યાં એક તાપસે મને જોયો. એણે મારી મૂર્છા દૂર કરી. મેં તાપસને પ્રણામ કરી, પૂછ્યું : ‘આ કયા દેશનો કિનારો છે?” તાપસે મને કહ્યું : ‘વત્સ, તું મલયપ્રદેશના કિનારે છે. અહીંથી નજીક અમારો તાપસોનો આશ્રમ છે. તું મારી સાથે આશ્રમમાં ચાલ, ત્યાં તું વિશ્રામ કરજે.'
હું એ તાપસ સાથે આશ્રમમાં ગયો. તાપસ મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગયો. વૃત્તાંત કહ્યો. મેં કુલપતિને પ્રણામ કર્યા. બહુમાનપૂર્વક વંદના કરી. તેમણે તાપસને કહ્યું:
‘હે તપસ્વી, પહેલા અતિથિને ભોજન કરાવો.’ ત્યાં જ મને ભોજન કરાવવામાં આવ્યું. પછી તેઓએ મને પૂછ્યું :
‘વત્સ, તું ક્યાંથી આવે છે?’
મેં, આપણે શ્વેતાંબીથી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને, આપણું વહાણ સમુદ્રમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
3