________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાંગ્યું... ત્યાં સુધીનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ સહાનુભૂતિપૂર્વક મારી વાત સાંભળી...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું : ‘મિત્ર... મને પણ આવી જ એક તપોભૂમિમાં આશ્રય મળ્યો હતો. અને ત્યાં જ વિલાસવતી મળી હતી... તેને પણ પાટિયું હાથમાં આવી ગયું હતું... મારા પહેલાં જ એ આશ્રમમાં પહોંચી ગઈ હતી. હા, પછી એ આશ્રમમાં શું થયું?'
વસુભૂતિએ કહ્યું : ‘કુલપતિએ મને આશ્વાસન આપ્યું. સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું. હું તારા વિયોગથી અત્યંત સંતપ્ત હતો..’ મેં વિચાર્યું : ‘હવે મારા માટે આ આશ્રમ જ બરાબર છે. મારે બીજે ક્યાંય જવું નથી, સ્વજનોના સંયોગ... સજ્જનોના સંયોગ... સ્વપ્નસમાન છે. છેવટે એ સંયોગનો વિયોગ થાય છે... માટે હવે આ સંસારથી સર્યું...!' આમ વિચારીને, મેં કુલપતિને કહ્યું : ‘ભગવંત, હવે મને આ સંસારની જરાય આસક્તિ નથી. તમે મને તાપસી-દીક્ષા આપો.’
વિલાસવતીએ કહ્યું : 'મેં પણ આશ્રમમાં તપસ્વિની-માતાને કહેલું... કે ‘મને તાપસી-દીક્ષા આપો...' પરંતુ તેઓએ મારું ભવિષ્ય, ત્રિકાળજ્ઞાની કુલપતિ પાસેથી જાણ્યું હતું, એટલે મને તાપસી દીક્ષા ના આપી...'
વભૂતિએ કહ્યું : ‘મને કુલપતિએ સમજાવ્યું કે વત્સ, તાપસી-દીક્ષા લેવી ઉચિત છે, પરંતુ કર્મોની વિચિત્રતા ભયંકર છે. સ્નેહનાં પ્રગાઢ બંધનો તોડવાં દુષ્કર છે. ઇન્દ્રિયોનું દમન કરવું... અતિ કઠિન છે. કારણ કે જીવનો જનમ-જનમનો અભ્યાસ વિષયભોગનો છે. ક્યારે વિષયસુખોની ઇચ્છા જાગી જાય... તે કહેવાય નહીં. આ સંસારના ક્લેશો... સંતાપો... બધું દુઃખરૂપ છે.
વત્સ, તું મુનિજીવન સ્વીકારવા ચાહે છે, પરંતુ મુનિજીવન જીવવું સરળ નથી. મુનિજીવનનાં વ્રતોનું પાલન કરવું એટલે લોઢાના ચણા ચાવવાના છે. કોઇ પણ ભોગે એ વ્રતોનું પાલન કરવાનું હોય છે. જો વ્રતભંગ થાય તો પરલોક બગડી જાય... અને જીવનમાં અપયશ મળે, માટે વત્સ, તું ગંભીરતાથી જ્ઞાનદષ્ટિથી પહેલા વિચાર કર. વ્રતોનું પાલન ક૨વાની તારી શક્તિ-અશક્તિનો વિચાર કર. ધર્મશાસ્ત્રોના પરમાર્થને જાણીને, જે-તે નિર્ણય કરવો જોઈએ. સંસારનો ત્યાગ કરવો કે નહીં, મુનિજીવનનાં વ્રતો સ્વીકારવા કે નહીં... તેનો શાન્તિથી નિર્ણય કર.
હે અતિથિ, હું મારા જ્ઞાનપ્રકાશમાં જોઈને, કહી શકું છું કે તારો પ્રિય મિત્ર જીવંત છે. એની સાથે તારો મેળાપ થવાનો છે...'
૭૪
આ છેલ્લી વાત સાંભળીને, હું હર્ષવિભોર થઈ ગયો. દીક્ષા લેવાની વાત હવા બનીને, ઊડી ગઈ!'
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ પાંચમો