________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં વચ્ચે વાત કરી : “મિત્ર, મને મળેલા કુલપતિએ મને કહેલું કે “કુમાર, તારો મિત્ર વસુભૂતિ જીવંત છે, અને તેનો તને મેળાપ થશે.” ત્યારે હું પણ અત્યંત હર્ષિત થયો હતો...'
વસુભૂતિએ વાતને આગળ વધારતાં કહ્યું : “મને કુલપતિએ કહ્યું - “તું હમણાં તો અહીં આશ્રમમાં જ રહે. અહીં રહીને, તારી અનુકૂળતા મુજબ તપસ્વીઓની સેવા કરજે.” મને કુલપતિની વાત ગમી. મેં તેઓનો ઉપકાર માન્યો અને આશ્રમમાં રહી ગયો. મારાં વસ્ત્રો ફાટી ગયાં હતાં એટલે ત્યાં આશ્રમનાં જે વસ્ત્રો હતાં, તે મને પહેરવા મળ્યાં. મેં પહેરી લીધાં.”
હું બોલી ઊઠ્યો : “તો તું ખરેખર તાપસ નથી? માત્ર કપડાં જ તાપસનાં પહેર્યા છે? તો પછી... તે શા માટે વિલાસવતી પાસે પગ ધોવડાવ્યા?” અમે ત્રણે હસી પડ્યાં.
વસુભૂતિએ હસતાં હસતાં કહ્યું : “કુમાર, અત્યારે જ ચરણપ્રક્ષાલન કરાવવાનો અવસર હતો... પછી તો દેવી વિદ્યાધરરાજાનાં મહારાણી બની જવાનાં છે ત્યારે.... કદાચ મારે એમનાં ચરણ ધોવાં પડશે!
મેં કહ્યું : “મિત્ર, પછી શું થયું?'
પછી હું આશ્રમમાં રહી ગયો. આશ્રમનાં કાર્યો કરતો. તાપસીનાં મુખે ધર્મશાસ્ત્રોની વાતો સાંભળતો. વન-ઉપવનમાં જઈને પુષ્પ વગેરે લઈ આવતો.... ક્યારેક દૂર દૂર ભ્રમણ કરવા નીકળી પડતી.. કેટલાક મહિના, આ રીતે ત્યાં પસાર થઈ ગયા.
ત્રણ દિવસ પહેલાં એક તાપસે કુલપતિ પાસે આવીને કહ્યું : “ભગવંત, પ્રિયાના વિરહથી અતિ વ્યાકુળ એક તેજસ્વી યુવાન ગળે ફાંસો ખાઈને, મરતો હતો, પરંતુ તેનો ફાંસો નીકળી ગયો... તે જમીન પર પડી ગયો. હું દોડીને એની પાસે પહોંચ્યો. મારા કમંડળમાંથી પાણી લઈ, એના પર છાંટ્યું. તે ભાનમાં આવ્યો... મેં એને આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ પૂછ્યું. તેણે પોતાની પ્રિયતમાના વિરહનું કારણ બતાવ્યું... ને ઘણું સમજાવવા છતાં... આપઘાત કરીને, મરવાનો જ નિર્ણય મને કહી સંભળાવ્યો. ત્યારે મેં એને “મનોરથપૂરક” શિખર પર આવેલા “કામિતપતન” જગ્યાની વાત કરી, “ત્યાંથી સંકલ્પ કરીને કૂદી પડીશ તો જન્માંતરમાં તને પ્રિયાનો મેળાપ થશે...” એમ કહ્યું. એટલે એ શિખર તરફ ચાલ્યો.. અને હું અહીં આવ્યો..”
આ વાત સાંભળીને, મેં કુલપતિને કહ્યું : “ભગવંત, આ મહા તપસ્વીએ જે યુવાનની વાત કરી, એ જ મારો મિત્ર રાજપુત્ર સનકુમાર હોવો જોઈએ. એ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only