________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથપૂરક' શિખર પર પહોંચે એ પહેલાં મારે એને પકડવો જોઈએ. મને આપ અનુજ્ઞા આપો, કે જેથી હું મારા એ મિત્રને મરવા ન દઉં...” કુલપતિએ મને અનુમતિ આપી.
મેં કુલપતિને વંદના કરી અને હું તરત જ આ આશ્રમમાંથી નીકળી મલયપર્વત ઉપર ચઢવા લાગ્યો. “મનોરથપૂરક' શિખર ઉપર તીવ્ર ગતિથી ચઢવા લાગ્યો.
ત્યાં મેં એક વિદ્યાધર પુરુષને જોયો. મને તાપસના વેષમાં જોઈ, વિદ્યાધરે મને પ્રણામ કર્યા. મેં આશીર્વાદ આપીને પૂછ્યું : “મહાનુભાવ, શું તું મલયશિખર પરથી આવે છે?”
તેણે કહ્યું : “તપસ્વી, હું મલયશિખર પરથી જ આવું છું. શું તમારે કોઈ પ્રયોજન છે?'
મેં કહ્યું : “હા, મારો એક મિત્ર, “મનોરથપૂરક' શિખર પર ગયો છે... કદાચ રસ્તામાં પણ હોય. તે તેની પ્રિયતમાના વિરહથી વ્યાકુળ હોવાથી, એ શિખર પરથી ઊંડી ખીણમાં કૂદીને મરી જવા ઇચ્છે છે... કે જેથી એની પ્રિયતમા આવતા જન્મમાં એને મળે.'
વિદ્યાધર હસ્યો. તેણે મને કહ્યું : “તમારા એ સાહસિક મિત્રે તો શિખર પરથી પડતું મૂકી દીધું હતું...'
હું? એ કૂદી પડ્યો ખીણમાં?' હું અત્યંત વિહ્વળ બની ગયો. પરંતુ એ વિદ્યાધરે મને કહ્યું : “હે સંન્યાસી, તમે સંતાપ ના કરો. તમારા એ મિત્રને બચાવી લીધો
મેં પૂછયું : “કેવી રીતે? એ જેવો કૂદ્યો. મેં જોયો. વચ્ચેથી જ પકડી લીધો.” એ જીવે છે? ક્યાં છે મારો એ પ્રાણપ્રિય મિત્ર? વિદ્યાધરે પછી મને તારો અને દેવીનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તું ક્યાં છે, એ જગ્યા પણ બતાવી દીધી અને હું અહીં આવી ગયો. આ મારો વૃત્તાંત છે.'
મેં કહ્યું : “મારા એ ઉપકારી વિદ્યાધરે, તને અહીં બનેલી કોઈ ઘટના કહી લાગતી નથી.” “ના, તમે બંને અહીં છો, એટલું જ મને કહ્યું હતું.' મિત્ર, અહીં અમને વિદ્યાધરેન્દ્ર ચક્રસેન મળ્યા. તેઓએ હમણાં જ, ગઈ કાલે અપ્રતિકતચક્રા” નામની મહાવિદ્યા સિદ્ધ કરી. તેઓ અત્યંત પ્રસન્નચિત્ત હતા. અમારા પર ખૂબ વાત્સલ્ય વરસાવ્યું અને મને આગ્રહ કરીને, “અજિતબલા' નામની મહાવિદ્યા ૭૮૬
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only