________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપી. એ મહાવિદ્યા સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો અને મંત્ર પણ આપ્યો.'
વસુભૂતિના મુખ પર હર્ષ છવાઈ ગયો. તેણે કહ્યું : “અતિ અદ્દભુત વાત કહેવાય! આપણે વિદ્યાધરોની દુનિયામાં આવી ગયા...!'
વિલાસવતી બોલી : વિદ્યાધર રાજાએ તમારા મિત્રને કહ્યું કે “તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ.'
આનંદાતિરેકથી વસુભૂતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. તે મને ભેટી પડ્યો. ધીરેથી એને અળગો કરીને, મેં કહ્યું :
‘મિત્ર, હવે તું મારો ઉત્તરસાધક બનીશ અને વિલાસવતીનો રક્ષક પણ બનીશ. હું વિદ્યાસાધનાનો પ્રારંભ કરીશ.”
‘મિત્ર, નિશ્ચિત બનીને, નિર્ભય બનીને, તું સાધનાનો પ્રારંભ કર, અને સિદ્ધિ પ્રાપ્ત કર.' વિલાસવતીએ પણ અનુમતિ આપી. મેં એ બંનેને કહ્યું : “હું છ મહિના સુધી મૌન વ્રત પાળીશ, બ્રહ્મચર્ય વ્રત પાળીશ અને પરિમિત ફળાહાર કરીશ.'
એ પ્રમાણે મેં છ મહિના સુધી સાધના કરી, પરંતુ આ મંત્રજાપ પૂર્વેની ‘પૂર્વસેવા” હતી. વિધિ-વિધાનો અને અનુષ્ઠાનો હતાં, મુખ્ય સાધના હવે શરૂ કરવાની હતી. મેં વિલાસવતીને કહ્યું : “દેવી, જે દુષ્કર સાધના હતી, તે પૂર્ણ થઈ છે. હવે માત્ર આઠ પ્રહરની સાધના જ બાકી રહી છે. એ સાધના પૂર્ણ થતાં વિદ્યાસિદ્ધિ થઈ જશે.”
વિલાસવતીએ હર્ષિત વદને કહ્યું : “સ્વામીનાથ, આપ નિશ્ચિત બનીને એકાગ્ર ચિત્તે સાધના કરો.”
મેં વસુભૂતિને કહ્યું : “મિત્ર, આ ૨૪ કલાક તારે મારા દ્વારક્ષક બનીને, અપ્રમત્તભાવે ઊભા રહેવાનું છે. એક ક્ષણ પણ પ્રમાદ કરવાનો નથી. અને વિલાસવતીને પાસેની ગુફામાં બેસાડી દે.'
| વિલાસવતીને એક ગુફામાં બેસાડી. તેને પર્ણશય્યા બનાવી આપી અને આવશ્યક સૂચના આપી દીધી. વસુભૂતિને દ્વારપાલ બનાવ્યો અને ગુફામાં મેં મારી અંતિમ સાધનાનો પ્રારંભ કરી દીધો.
પંચવર્ણનાં પુષ્પો પાથર્યા. આ અજિતબલા દેવીની સ્થાપના કરી. જ આવશ્યક મુદ્રાઓ કરી, અને મંત્રનો એક લાખ જાપ શરૂ કર્યો.
લગભગ આઠ હજાર મંત્રજાપ થયો હશે. ત્યાં મને લાગ્યું કે આકાશ અટ્ટહાસ્ય કરી રહ્યું છે, વાદળાંઓનો પ્રચંડ ગડગડાટ થઈ રહ્યો છે, સમુદ્રમાં તીવ્ર ખળભળાટ થઈ રહ્યો છે.. શ્રી સમરાદિત્ય મહાકથા
૭૮૭
For Private And Personal Use Only