________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મેં વિચાર્યું : ‘વિલાસવતી જરૂ૨ ભયભીત થઈ જશે...' પરંતુ તરત જ મને મહારાજા ચક્રસેનનું વચન યાદ આવ્યું : ‘આ સાધનામાં માત્ર તને ભયભીત કરનારા ઉપદ્રવ થશે, કોઈ નુકસાન નહીં થાય.' મેં માન્યું કે આ બધા ભયાનક અવાજ માત્ર મને સંભળાય છે... મને ડરાવવા માટે વિલાસવતીને આ અવાજો નહીં સંભળાતા
હોય.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં ભય પામ્યા વિના, મંત્રજાપ ચાલુ રાખ્યો.
લગભગ ૨૪ હજાર મંત્રજાપ થયો હશે, ત્યાં મારી સામે એક મદોન્મત્ત હાથી આવીને ઊભો... મારા કાને ‘હા આર્યપુત્ર... હા આર્યપુત્ર... વિલાસવતીનો કરુણ સ્વર અથડાયો...’ આ હાથીએ મને કચડી નાખી... અરેરે... હું મરી ગઈ...’
મારા મનનું મેં સમાધાન કર્યું : 'માયાજાળ છે બધી!'
હાથીના દંતશૂળમાં લોહીલુહાણ થયેલો મહાવત લટકતો હતો... તેના કાન ૫૨ અંકુશ લટકતાં હતાં, ક્રોધથી ધૂંવાપૂવા થયેલો એ હાથી, પોતાની સૂંઢને ગોળ વાળતો હતો, લાંબી કરતો હતો. સૂંઢમાં પાણી ભરીને ચારે બાજુ છાંટતો હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરતો હતો... ઉત્તર દિશાનાં વાદળોના જેવો પ્રચંડ ગડગડાટ કરતો હતો...
મેં મારા મનનું સમાધાન કર્યું : ‘બધી માયાજાળ છે!'
નિર્ભય ચિત્તે મારો મંત્રજાપ ચાલતો રહ્યો. પચાસ હજાર મંત્રજાપ પૂર્ણ થયો હશે... ત્યાં બીજું દૃશ્ય મારી સામે ખડું થયું.
એક ભયંકર પિશાચણી પ્રગટ થઈ. તેના લાંબા લાંબા નખવાળા પંજામાં, વિલાસવતી પકડાયેલી હતી... ને તે કરુણ રુદન કરતી હતી. પિશાચણીનું આવું રૂપ મેં પહેલી જ વાર જોયું.
* સીસમના લાકડા જેવો કાર્બો રંગ.
* વીજળીના તણખા જેવી આંખો...
* ગળામાં માનવશરીરના ટુકડાઓની બનાવેલી માળા...
* લોહીથી લથપથ ચામડાંનાં વસ્ત્રો...
૧૮૮
* મનુષ્યની ખોપરીમાં રુધિરપાન કરતી.
* ઘોર અટ્ટહાસ કરતી... એ પિશાચણીને મેં જોઈ... છતાં હું જરાય વિચલિત થયો નહીં. તે દૃશ્ય અદૃશ્ય થઈ ગયું.
મેં વિચાર્યું : ‘આ પણ માયાજાળ જ છે!'
For Private And Personal Use Only
ભાગ-૨ * ભવ પાંચમો