________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મારો મંત્રજાપ ચાલતો જ રહ્યો. ૭પ હજાર મંત્રજાપ થયો હશે... કે એક નવી માયાજાળ મારી સમક્ષ રચાઈ ગઈ.
આકાશમાં વાદળાં ગડગડવા લાગ્યાં. વીજળીના કડાકા થવા લાગ્યા. લોહીનો અનરાધાર વરસાદ વરસવા લાગ્યો. શિયાળના વિસ સ્વરો અને વેતાલનાં ચિત્કાર સંભળાવા લાગ્યા. મારી સમક્ષ મસ્તક વિનાના વેતાલો નૃત્ય કરવા લાગ્યા. વસ્ત્રરહિત નગ્ન ને બીભત્સ ડાકણો નાચવા લાગી. કેવી હતી એ ડાકણો! એ ડાકણોની આંખો એટલે સળગતી આગ! ગૂંચળાં વળી ગયેલાં, લાંબા લાંબા વાળ... હાથીના દંતશૂળ જેવા લાંબા લાંબા દાંત... અને લપલપ કરતી લાંબી લાંબી જીભ! નાચતી જાય અને મારી સામે દાંતિયાં કરતી જાય...
હું નિર્ભય રહ્યો. એ દૃશ્ય અદૃશ્ય થઈ ગયું... માયાજાળ જ હતી એ. મારો મંત્રજાપ ૮૦ હજારથી પણ વધુ થયો હતો, ત્યાં નવી માયાજાળનું દૃશ્ય ઉપસ્થિત થયું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને કોઈ અદશ્ય... ભયાનક નખવાળા પંજામાં પકડવામાં આવ્યો... અને નરક જેવા અંધારિયા પાતાળકૂવામાં ફેંકી દેવામાં આવ્યો... કૂવો વિશાળ હતો... ચારે બાજુથી ભયંકર રાક્ષસીઓએ આવીને, મને ઘેરી લીધો...
♦ બિહામણાં... બીભત્સ મોઢાં...
* લાંબા લાંબા તીક્ષ્ણ દાંત...
* ગળામાં ખોપરીઓની માળા...
* મોટાં કોળાં જેવાં લટકતાં સ્તન...
* ફૂલી ગયેલું મોટુંમસ પેટ...
* ફૂલી ગયેલાં મડદાનાં જેવાં સાથળ...
* તાડના થડ જેવી જંઘા...
આવી એ ભયંકર રાક્ષસીઓ હાથમાં મોટા છરા લઈ, મનુષ્ય કલેવરોને કાપતી હતી... અને તીવ્ર સ્વરે બોલતી હતી - ‘મારો... કાપો... મારો.. કાપો.’
શ્રી સમરાદિત્ય મહાકા
ચારે બાજુથી આવી રાક્ષસીઓએ મને ઘેરી લીધો... છતાં હું નિર્ભય રહ્યો. માયાજાળ સમેટાઈ ગઈ. મારો એક લાખ મંત્રજાપ પૂર્ણ થઈ ગયો.
*
For Private And Personal Use Only
૧૮૯