________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I[૧૧
]
શત્રનો અંતિમ પ્રહર હતો.
સુગંધી પવન મંદ મંદ ગતિએ વાતો હતો. સુગંધી પુષ્પોની ઝરમર ઝરમર વૃષ્ટિ થવા લાગી... સર્વત્ર જય-જયકારનો ધ્વનિ સંભળાવા લાગ્યો. કિન્નરીઓનાં વૃન્દ આવીને, ગીત-સંગીત રેલાવવા લાગ્યાં. વાતાવરણ અત્યંત પ્રફુલ્લિત... સુવાસિત અને આલાદ બની ગયું.
આકાશ પ્રકાશિત થયું. ઝાંઝરનો ઝમકાર થયો... અને દેવી અજિતબલાનું પૃથ્વી પર અવતરણ થયું. મેં ઊભા થઈને, ભાવપૂર્વક તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા.
દેવીના મુખ પર શરદ ઋતુના સૂર્યની પ્રભા હતી. પ્રજ્વલિત અગ્નિની શિખા જેવી એમની દેહકાત્તિ હતી. પૂર્ણિમાના ચંદ્રની જયોત્સના તેમનાં નયનોમાં ઊતરી આવી હતી. અત્યંત મનોહર રૂપ હતું, તે દેવીનું. તેમણે મને કહ્યું : “કુમાર, તેં ભવ્ય પુરુષાર્થ કર્યો... અદ્દભુત છે તારું મનોબળ... નિશ્ચયબળ અને અપૂર્વ છે તારી નિર્ભયતા! કુમાર, હું દેવી અજિતબલા છે. તારી સાધનાથી પ્રસન્ન થઈ, હું તને સિદ્ધ થઈ છું. હવે તારે મંત્રજાપ કરવાનો નથી. સાધના કરવાની નથી.'
એ જ સમયે આકાશમાર્ગેથી એક વિમાન ઊતરી આવ્યું. તેમાંથી સુંદર મુખાકૃતિવાળા અને સુશોભિત દેહવાળા વિદ્યાધરોનું વૃંદ બહાર આવ્યું અને જ્યાં અમે હતાં, ત્યાં આવીને, પ્રણામ કરીને ઊભું રહ્યું. દેવી અજિતબલાએ મધુર સ્વરમાં મને સંબોધીને કહ્યું :
“હે પુત્ર, આ ચંડસિંહ વગેરે વિદ્યાધરો છે. તારા ગુણો અને પરાક્રમથી તારા પ્રત્યે અનુરાગી બન્યા છે. તારા આજ્ઞાંકિત બની, કૃતાર્થ બનવા આવ્યા છે.”
મેં કહ્યું : “હે માતા, આ બધો પ્રભાવ આપ ભગવતીનો છે.” મેં વિદ્યાધરોનું અભિવાદન કર્યું. દેવીએ કહ્યું : “પુત્ર, હવે અહીં જ હું વિદ્યાધરોના રાજારૂપે તારો અભિષેક કરીશ.”
મેં કહ્યું : “હે ભગવતી, ભલે, આપ રાજ્યાભિષેક કરો, પરંતુ દેવી વિલાસવતી અને મિત્ર વસુભૂતિની હાજરીમાં કરો.
મેં વસુભૂતિને બોલાવવા બૂમ મારી.. “વસુભૂતિ.... વસુભૂતિ..” પરંતુ એનો પ્રત્યુત્તર ના મળ્યો. મેં વિદ્યાધરો પાસે આસપાસના પ્રદેશમાં વસુભૂતિની તપાસ કરાવી, વસુભૂતિ ના મળ્યો. મારા મનમાં અશુભની શંકા પેદા થઈ. મેં પોતે એની શોધ કરવા માંડી. જ્યારે એ ના મળ્યો ત્યારે એક વિદ્યાધરની સાથે આકાશમાર્ગમાં રહીને, શોધ કરવા માંડી.
ભાગ-૨ # ભવ પાંચમો
960
For Private And Personal Use Only