________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાં એક ઝાડીમાં... આમતેમ દોડતો. વસુભૂતિ દેખાયો. તેના બે હાથમાં વૃક્ષની એક મોટી ડાળી હતી. તે આકાશમાં ડાળીને વીંઝતો હતો. તેણે અમને જોયા. તે અમારા તરફ દોડતો આવ્યો... “અરે, દુષ્ટ વિદ્યાધર, ઊભો રહે. મારા પ્રાણપ્રિય મિત્રની પત્નીનું અપહરણ કરીને તું ક્યાં ભાગી જાય છે?' અમે ભૂમિ પર ઊતરી આવ્યા હતા. તેણે ડાળી વીંઝી અને અમને મારવા માટે ધસી આવ્યો. મારા મનમાં મોટી ફાળ પડી.. “જરૂર દેવીનું અપહરણ થઈ ગયું છે.' મેં વસુભૂતિને પકડી લીધો. વિદ્યારે એની પાસેથી ડાળી લઈ લીધી. મેં એને પૂછયું : “મિત્ર, શું થયું? દેવી ક્યાં છે?”
પણ સાંભળે જ કોણ? એ ઝનૂનમાં હતો. વિદ્યાધરને મારવા ધસી ગયો. મેં એને મારા બાહુપાશમાં જકડી લીધો અને એનું શરીર હચમચાવી નાખ્યું.
વસુભૂતિ, તું ભાનમાં આવ... હું તારો મિત્ર સનકુમાર છું... તું શું કરી રહ્યો છે? દેવી ક્યાં છે?' તે ભાનમાં આવ્યો. તેણે મને ઓળખ્યો. મને વળગી પડ્યો. આંખોમાં આંસુ સાથે તે બોલ્યો : “મિત્ર, દેવીનું અપહરણ થઈ ગયું છે....”
મેં પૂછ્યું : “ક્યારે અને કેવી રીતે?
તેણે કહ્યું : “તમે વિદ્યાસાધનાનો પ્રારંભ કર્યો તે જ રાત્રિમાં, વિદ્યાધરોનું એક ટોળું ગુફા પાસે આવેલું. હું ગુફાના દ્વાર પાસે જ ઊભો હતો. મેં તેમને ગુફામાં પ્રવેશવા દીધા નહીં. તિરસ્કાર કરીને કાઢી મૂક્યા...
પરંતુ થોડી જ વારમાં, જે ગુફામાં દેવી વિલાસવતી હતી, ત્યાંથી ‘હા આર્યપુત્ર... હા આર્યપુત્ર..' એવો અવાજ આવ્યો. મારા હૈયામાં ફાળ પડી. હું એ બાજુ દોડ્યો.... પરંતુ ત્યાં તો વિદ્યાધરો એમના વિમાનમાં દેવીને બેસાડી, આકાશમાર્ગે ઊડડ્યા હતા. વિમાનમાંથી દેવી પોકાર પાડતાં હતાં.. “આર્ય વસુભૂતિ... મને બચાવો... મને બચાવો... આ દુો મને...'હું વિમાનની પાછળ ભૂમિ પર દોડવા લાગ્યો. વિદ્યાધરોને પડકારવા લાગ્યો.. પરંતુ વિમાન દષ્ટિપથમાંથી બહાર નીકળી ગયું.... અને હું આ વનમાં ભટકવા લાગ્યો. મારી એક ભૂલ થઈ ગઈ. જ્યારે એ વિદ્યાધરો દેવીની ગુફા તરફ ગયા ત્યારે તેમની પાછળ પાછળ ગયો હોત તો આ દુઃખદ પરિણામ ના આવત.'
‘મિત્ર, ચિંતા ના કર, વિષાદ ના કર. હવે મને “અજિતબલા” વિદ્યા સિદ્ધ થયેલી છે, એટલે દેવીને શોધીને, લઈ આવવી સામાન્ય વાત છે.'
અમે વાત કરતા હતા ત્યાં અજિતબલા દેવી આવ્યાં. અમને ચિંતામગ્ન જોઈને તેમણે પૂછ્યું : “હે વત્સ, આ બધું શું છે?' મેં દેવીને બધો વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને દેવી કોપાયમાન થઈ ગયાં. તેમણે મને કહ્યું: “તમે બંને અહીં જ રહો. દેવી વિલાસવતીની શોધ કરવા, હું પવનગતિ વગેરે વિદ્યાધરોને ચારે દિશામાં મોકલું છું.” શ્રી સમરાદિત્ય મહાકથા
c૧
For Private And Personal Use Only