________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને રાજપુરુષ વિનંયધર? મારો વધ ના કરીને, એણે મને જીવતદાન આપેલું છે, જીવનદાન આપનારાઓના અપ્રતિમ ઉપકારોના ભાર તળે હું દટાઈ ગયો છું... મેં અભાગીએ... આજ દિન સુધી કોઈનાય ઉપર ઉપકાર કર્યો નથી. ઉપકારો લીધા છે... કર્યા નથી... શું આ જ રીતે મારું જીવન પૂરું થઈ જશે?'
આવા આવા વિચારોમાં દિવસ પૂરો થઈ ગયો. હું લતામંડપમાં પહોંચી ગયો. રાત્રિ મારે લતામંડપમાં પસાર કરવાની હતી... પાસેના નાના સરોવરમાં જઈને, મેં પાણી પીધું, અને પર્ણોની શય્યા બનાવી હું સૂઈ ગયો. ખૂબ શ્રમિત હોવાથી મને નિદ્રા આવી ગઈ.
અડધી રાત વીતી હશે, મારી આંખો ખૂલી ગઈ. મેં આકાશ તરફ જોયું. આકાશમાં અજવાળું ફેલાઈ રહ્યું હતું. આકાશમાં ચંદ્ર ન હતો છતાં અજવાળું હતું. તેથી મને આશ્ચર્ય થયું... બીજી બાજુ સમુદ્રનો ખળભળાટ સંભળાવા લાગ્યો... જાણે કે સમુદ્રમંથન થતું હોય, તેવો ધ્વનિ થવા લાગ્યો. પૃથ્વીતલમાં કંપન પ્રસરવા માંડ્યું... મારા માટે આ એક નવો દિવ્ય અનુભવ હતો. મને રોમાંચ થઈ રહ્યો હતો, ત્યાં આકાશમાંથી એક નાનું વિમાન નીચે ઊતરી આવ્યું. વિમાનમાંથી એ જ મારા ઉપકારી વિદ્યાધર ઊતર્યા અને મારી પાસે આવ્યા. મેં ઊભા થઈ, તેમને પ્રણામ કર્યાં. તેમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું : ‘ચાલ મારી સાથે, બેસી જા વિમાનમાં. હું તને અમારા મહારાજા ચક્રસેનની વિદ્યાસિદ્ધિનો વૈભવ બતાવું.’
સૂર્યોદય થયો. અમે બંને વિમાનમાં બેસી ગયા. વિમાન આકાશમાં ગતિ કરવા લાગ્યું. ઊંચે ને ઊંચે ઊડવા લાગ્યું. મલયપર્વતના એક સહુથી ઊંચા શિખર પર વિમાન ઉતાર્યું. શિખર ઉપર જાણે કે દેવોનું નંદનવન હતું. અપૂર્વ શોભા હતી.
એક વિભાગમાં વિમાન મૂકીને, વિદ્યાધર મને લઈને, જ્યાં મહારાજ ચક્રસેનનો મુકામ હતો ત્યાં ગયા.
મહારાજા ચક્રસેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. સુગઠિત શરીર, સપ્રમાણ અંગોપાંગ અને સોનેરી લાંબા વાળ... મુખ પર પ્રસન્નતા અને અદ્ભુત સૌન્દર્ય! તેમને જોતાં હું પ્રભાવિત થઈ ગયો. અમે બંનેએ તેમને પ્રણામ કર્યાં. પાસે ઊભેલા રાજપુરુષે અમને બેસવા માટે, બે આસન આપ્યાં. અમે બેઠા. વિદ્યાધરે મહારાજાને મારો પરિચય આપ્યો. સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને, તેમણે મારી સામે જોયું અને બોલ્યા :
‘મહાનુભાવ, સંતાપ ના કર. આજે જ તારી પ્રિયાને મેળવી આપીશ.' તેમના મુખ પર સ્મિત ૨મી ૨હ્યું હતું. હું મારી વાત કહેવા જતો હતો, ત્યાં જ બે વિદ્યાધરોએ આવીને, મહારાજાને ભાવપૂર્વક નમસ્કાર કરી નિવેદન કર્યું :
‘મહારાજા, આપની આજ્ઞાથી, અમે જીવરક્ષાના પ્રયોજનથી, વનમાં પરિભ્રમણ કરતા હતા, ત્યાં એક જગ્યાએ અમે એક માનવસ્ત્રીને જોઈ. તેની નજીકમાં જ એક મહાકાય અજગર હતો. પેલી સ્ત્રી ભયભીત થઈ ગઈ. પોતાનું ઓઢેલું વસ્ત્ર છોડીને શ્રી સમરાદિત્ય મહાકથા
Ꮸ
For Private And Personal Use Only