________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક મુનિવરો પણ ગુરુદેવનું જીવનચરિત્ર સાંભળવાં ત્યાં આવીને બેસી ગયાં. આચાર્યદેવે જીવનકથાનો પ્રારંભ કર્યો.
૦ ૦ ૦ આ જ પ્રદેશમાં અચલપુર નામનું નગર છે. ત્યાંના રાજાનું નામ છે જિતશત્રુ. રાજાના બે પુત્રો છે : અપરાજિત અને સમરકેતુ.
રાજાએ અપરાજિત કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો અને નાના સમરકેતુ કુમારને ઉજ્જયિની નગરી આપી, ત્યાં મોકલ્યા. બંને પુત્રોને સંતોષ થયો હતો.
એક સમયે, જિતશત્રુના રાજ્યની સરહદ પર રાજા સમરકેશરીએ છમકલું કર્યું. યુવરાજ અપરાજિત સેના લઈ, તેને ભગાડવા ગયો. સમરકેશરીને હરાવી, આજ્ઞાંકિત બનાવી, તે પાછો ફરી રહ્યો હતો, માર્ગમાં “ધર્મારામ' નામના ગામમાં મુકામ કર્યો. ગામની બહાર જ્યાં યુવરાજે મુકામ કર્યો હતો, તેની પાસેના જ ઉદ્યાનમાં એક આચાર્ય શિષ્ય પરિવાર સાથે રહેલા હતા. તે આચાર્યનું નામ હતું રાહુ. યુવરાજ અપરાજિત એમના પરિચયમાં આવ્યો. આચાર્યે તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. યુવરાજના ચારિત્રમોહનીય' કર્મનો ક્ષયોપશમ થયો... તેણે રાહુ આચાર્યની પાસે સાધુધર્મ અંગીકાર કરી લીધો.
સેના અચલપુર ચાલી ગઈ. મહારાજા જિતશત્રને સમાચાર આપ્યાં : “મહારાજકુમારે રાહુ’ નામના આચાર્ય પાસે જૈન દીક્ષા લીધી, અમે અહીં આવ્યા.' રાજાએ કહ્યું : “અહો! કુમારે માનવજીવન સફળ કર્યું?
0 ૦ ૦ આચાર્ય રાહુ, વિહાર કરતાં કરતાં “તગરા' નગરીમાં પધાર્યા. ત્યાં ઉજ્જયિની નગરીથી વિહાર કરી, આચાર્ય રાહુના ગુરુભ્રાતા આર્યરાહુ અને આચાર્યના અન્ય શિષ્યો તગરામાં આવ્યા. આચાર્યને વંદના કરી, કુશળપૃચ્છા કરી.
આચાર્યે ગુરુભ્રાતા આર્યરાહુને પૂછ્યું : “હે ક્ષમાશ્રમણ, ઉજ્જયિની નગરીમાં સાધુઓને કોઈ ઉપદ્રવ તો નથી ને? શ્રમણો સુખપૂર્વક આરાધના કરી શકે છે ને?”
હે પૂજ્ય, ઉજ્જયિનીની પ્રજા ભદ્રિક છે. શ્રમણો પ્રત્યે આદરવાળી છે... ભાવભક્તિ કરનારી છે, પરંતુ ત્યાં રાજપુત્રનો અને પુરોહિતપુત્રનો ઉપદ્રવ ભારે છે, શ્રમણોને તેઓ પરેશાન કરે છે. જો કોઈ શ્રમણ ભૂલથી પણ મહેલમાં જાય... તો એ બે
ઉદ્ધતકુમારો સાધુની કદર્થના કરે છે.”
આચાર્ય માન રહ્યા, પરંતુ મુનિવર અપરાજિતનું ચિત્ત ખળભળી ઊઠ્યું. ઉજ્જયિનીમાં તેમનો લઘુભ્રાતા સમરકેતુ રાજા હતો. તેમણે વિચાર્યું : 'શું આવા ઉદ્ધત, અવિનીતકુમારને રાજા રોકતો નહીં હોય? એનો કેટલો બધો પ્રમાદ કહેવાય? એના મહેલમાં એનો જ
e૫૨
ભાગ-૨ # ભવ છઠ્ઠો
For Private And Personal Use Only