________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશાન્ત જીવન જોઈને, મારા મનમાં પણ ગૃહત્યાગ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે...”
આચાર્યદેવ ધરણની સૌમ્ય અને સુંદર મુખાકૃતિ જોઈને અને વિનય વિવેકપૂર્ણ વચન સાંભળીને, આનંદિત થયા. તેઓએ કહ્યું : “વત્સ, ગૃહત્યાગ કરનાર મનુષ્ય - જ પોતાની ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. કષાયોની આગ બૂઝવી નાખવી જોઈએ અને
પોતાના ચિત્તને નિસ્પૃહ બનાવવું જોઈએ. આવો મનુષ્ય જ સંયમધર્મની આરાધના કરી શકે. જેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયોના કામી હોય છે, જેઓ કષાયોને પરવશ હોય છે અને જેમના ચિત્તમાં અનેકવિધ વૈષયિક સ્પૃહાઓ હોય છે, તેઓ કદાચ ગૃહત્યાગ કરે, છતાં સંયમધર્મનું પાલન કરી શકતા નથી. આવા માણસોને સંયમધર્મ અતિ દુ:ખદાયી લાગે છે. દુષ્કર લાગે છે. કદાચ તેઓ સંયમધર્મ સ્વીકારી મુનિ બની પણ જાય, છતાં તેનું પાલન કરી શકતા નથી. તેઓ પછી મનમાં ને મનમાં અકળાય છે : “મેં નિવેશ ધારણ ના કર્યો હોત તો સારું થાત. મારાથી મુનિજીવનનાં આકરાં વ્રત પાળી શકાય એમ નથી... માટે હું અનિવેશ ત્યજી દઉં.” આવા માણસોમાં જો લજ્જાનુણ હોય છે, તો તેઓ મુનિવેષ ત્યજી શકતા નથી... ને મુનિજીવન જીવી શકતાં નથી... નથી તેઓ ગૃહસ્થધર્મ પાળી શકતાં, નથી સાધુધર્મ આરાધી શકતાં. તેઓ જીવન હારી જાય છે. માટે મહાનુભાવ, તું તારા આત્માના સામર્થ્યને જાણ. પહેલા આત્મસાક્ષીએ વિચાર કર : હું સંયમ ધર્મનાં આકરાં વ્રત પાળી શકીશ?” જો પાળી શકવાની શક્તિ હોય તો જ કરેલો ગૃહત્યાગ સાર્થક બને.'
એકચિત્તે સાંભળી રહેલા ધોરણે કહ્યું : “ભગવંત, આપે જે કહ્યું, તે યથાર્થ છે. મારા મનમાં ગૃહવાસની અસારતા અને સાધુ ધર્મની ઉપાદેયતા વસી ગયેલી છે. ગૃહવાસમાં મને ચેન નથી, સાધુધર્મ મને આકર્ષે છે. મારા ચિત્તમાં કોઈ વૈષયિક સુખની ઈચ્છા શેષ રહી નથી. મેં સર્વ વૈષયિક સુખોને અસાર જામ્યો છે.”
આચાર્યદેવનું ચિત્ત પ્રસન્ન થયું. તેમણે કહ્યું : “વત્સ, અતિ દુર્લભ એવી “બોધિ' તેં પ્રાપ્ત કરી છે. પરમાર્થના અજાણ અને વિષયાસક્ત જીવોને “બોધિ' પ્રાપ્ત થતી નથી. તને એવી દુર્લભ બોધિ પ્રાપ્ત થઈ છે. તે મહાનુભાવ છે, પુણ્યશાળી છે.
વત્સ, બોધિની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તે મારો પોતાનો અનુભવ છે. હું તને અને તારા આ મિત્રને, મારું જીવનચરિત્ર સંભળાવું છું. એ સાંભળીને, તમને બોધિપ્રાપ્તિની દુર્લભતા સમજાશે અને પ્રાપ્ત થયેલી બોધિ દ્વારા, આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાની તમન્ના જાગશે.'
‘ભગવંત, આપનું જીવનચરિત્ર સંભળાવવાની કૃપા કરો. અમે ખૂબ આનંદિત થઈશું અને અમારી જાતને ભાગ્યશાળી માનીશું.” શ્રી સમરાદિત્ય મહાકથા
cli
For Private And Personal Use Only