________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧]
પ્રભાતનો સમય હતો. ધરણનો રથ દેવનંદીની હવેલી આગળ જઈને ઊભો. દેવનંદી દોડતો રથ પાસે આવ્યો. ધરણે કહ્યું :
દેવનંદી, રથમાં બેસી જા. આપણે “મલયસુંદર' ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા જઈએ.' દેવનંદી રથમાં બેસી ગયો. રથ “મલયસુંદર' ઉદ્યાન તરફ દોડવા લાગ્યો. ધરણ, કેમ આજે સવારે ઉદ્યાનમાં જવાની ઈચ્છા જાગી?'
બસ, એમ જ, મનમાં સહજ ઈચ્છા થઈ આવી, ઘણા સમયથી નગરની બહાર ગયો જ નથી અને આજે બીજું કોઈ અગત્યનું કામ પણ ન હતું...”
રથ ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે જઈને ઊભો. બંને મિત્રો ઊતરી ગયા. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનનું વાતાવરણ ખૂબ જ આફ્લાદક હતું. ફરતાં ફરતાં તેઓ ઉત્તર દિશા તરફ વળ્યાં. ત્યાં તેમના કાને પુરુષોનો અસ્પષ્ટ ધ્વનિ પડ્યો. શબ્દની દિશામાં તેઓ આગળ વધ્યા.
દૂર ઉદ્યાનના એક નિર્જીવ સ્વચ્છ ભૂમિભાગ પર તેમણે વિશાળ મુનિવૃંદને જોયું. બધાના દેહ પર શ્વેત વસ્ત્ર હતું અને તે સહુ શાસ્ત્રધ્યાનમાં લીન હતા. બંને મિત્રો નિકટ પહોંચ્યા. તેમણે અશોકવૃક્ષની નીચે કાષ્ઠાસન પર બેઠેલા એક પ્રભાવશાળી આચાર્યને જોયા. બંને મિત્રોને અપૂર્વ આનંદ થયો. ધરણના ચિત્તમાં શુભ વિચારોની ધારા પ્રવાહિત થઈ.
આ બધા મુનિઓએ ગૃહવાસનો ત્યાગ કરેલો છે. કેવા નિર્મોહી અને અવિકારી દેખાય છે આ મુનિવરો! કેવું નિષ્પાપ છે આમનું જીવન! કોઈ આરંભ નહીં, કોઈ સમારંભ નહીં. કોઈ કષાય નહીં... કોઈ વૈષયિક સુખોની સ્પૃહા નહીં. માત્ર નિજાનંદની મસ્તી.'
બંને મિત્રોએ આચાર્ય પાસે જઈને, ભાવપૂર્વક વંદના કરી. પછી સર્વે મુનિવરોને વંદના કરી. સહુએ “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. તેઓ આચાર્યની પાસે જઈ, વિનયપૂર્વક તેમની સામે બેઠા. આચાર્યદેવે પૂછ્યું :
મહાનુભાવો, તમે ક્યાંથી આવ્યા છો?' ભગવંત, અમે આ નગરમાંથી જ આવ્યા છીએ.” ધરણે કહ્યું. મહાનુભાવો, આ મનુષ્યજીવનને સફળ કરનારા ધર્મપુરુષાર્થનો આદર કરવો જોઈએ.” ભગવંત, આપ સર્વે મુનિવરોનાં દર્શન કરીને... આપ સહુનાં નિષ્પાપ અને
CUO
ભાગ-૨ ( ભવ છઠ્ઠઠો
For Private And Personal Use Only