________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘તપશ્ચર્યાં.’
‘તપશ્ચર્યાથી શું મળશે?’
‘દેહનું મમત્વ તૂટશે અને આત્મા પરમ બ્રહ્મના ધ્યાનમાં સ્થિર બનશે. એમાંથી પરમ આનંદનો અનુભવ થશે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણની આંખોમાં આંસુ આવી ગયાં. ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી, સેનાપતિને કહ્યું : ‘સિદ્ધેશ્વરજીને મુક્ત કરી દો...'
ધરણ ત્યાંથી મહેશ્વર પાસે ગયો, મહેશ્વરને પૂછ્યું : ‘કહો, મહેશ્વરજી, શું ચાહો છો?' ‘મહામંત્રી દયા કરો. કારાવાસમાંથી મુક્ત કરો.'
‘મુક્ત થઈને શું કરશો?’
‘શાન્તિથી જીવન જીવીશ,’
‘મંત્રીપદ લેશો?’
‘ના, હવે રાજ્યની ખટપટોથી દૂર જ રહેવું છે.'
‘કોઈ પ્રલોભન મળશે તો?'
‘તો પણ નહીં. હવે કોઈ લોભ-લાલચમાં ફસાવું નથી.'
‘બહુ સરસ... તમે સદ્ગૃહસ્થ બનીને જીવો, એ જ તમારા માટે હિતકારી છે.’ સેનાપતિએ મહેશ્વરને મુક્ત કરી દીધો. મહેશ્વરે મુક્ત થઈ, સર્વપ્રથમ ધરણનાં ચરણોમાં પ્રણામ કર્યાં. ધરણ દૂર ખસી ગયો...' અરે મહેશ્વરજી, આ શું કરો છો? તમે તો મારા વડીલસ્થાને છો...’
‘મહામંત્રીજી, આ તમારી જ કૃપાથી મુક્તિ મળી છે... નહીંતર મહારાજા અમને શૂળી પર જ ચઢાવત...’
ધરણે રુદ્રદત્ત અને સોમિલને પણ મુક્ત કર્યા. રુદ્રદત્તે કહ્યું : ‘મહામંત્રીજી, સિદ્ધેશ્વર તો સંન્યાસ લેવાના છે. અમે ત્રણ અમારા ઘરમાં રહેવાના છીએ. અમે આપને વચન આપીએ છીએ કે આપ અમને જે આજ્ઞા કરશો, જ્યારે આજ્ઞા કરશો... અમે આપની સેવામાં ઉપસ્થિત થઈશું. અમારે કોઈ પદ નથી જોઈતું... અમારે ધનસંપત્તિ નથી જોઈતી. અમારે આપની અને મહારાજાની કૃપા જોઈએ છે...’
ધરણે કહ્યું : ‘મહાનુભાવો, તમારા વિચારો સારા છે. તમે આપણા રાજ્યની ઉન્નતિમાં સહયોગી બનજો. તમે બુદ્ધિમાન છો, અનુભવી છો. તમારા મનમાંથી ક્ષોભ દૂર કરજો. બનવાકાળ હતું તે બની ગયું...'
ચારે મંત્રીઓ, એમના પરિવારો સાથે પોત-પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. ધરણે ત્યાં થોડી વાર બેસી, સિંહકુમાર સાથે સૈન્ય અંગે વાતો કરી. ધરણને સંતોષ થયો. સિંહકુમારને વિદાય કરી, ધરણ ત્યાંથી સીધો મહારાજા પાસે પહોંચ્યો. મહારાજાને બધી વાતોની જાણ કરી. મહારાજાને સંતોષ થયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Exe