________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર શ્રમણોની કદર્થના કરે... તે ઘણું જ ખોટું કહેવાય.. મારે એને રોકવો જોઈએ. નહીંતર તે તીવ્ર મિથ્યાત્વ બાંધી દુર્ગતિમાં ચાલ્યો જશે... એની ભવપરંપરા બગડી જશે. હું ગુરુદેવની આજ્ઞા લઈ, ઉજ્જયિની જાઉં અને એ બે કુમારોની સાન ઠેકાણે લાવું.'
અપરાજિત મુનિએ આચાર્યદેવને વંદન કરી કહ્યું : “ભગવંત, મને જો ઉજ્જયિની જવાની આજ્ઞા આપો તો ત્યાં જઈને, એ બે ઉપદ્રવી કુમારોને શ્રમણઓની કદર્થના કરતા રોકું, આપ જાણો છો કે ત્યાંનો રાજા સમરકેતુ મારો સહોદર છે!'
“વત્સ, તું જા, તારું કાર્ય સફળ થશે આચાર્યદેવે આશીર્વાદ આપ્યા. અપરાજિત મુનિએ ઉજ્જયિની તરફ પ્રયાણ કર્યું.
અપરાજિત મુનિ ઉજ્જયિની પહોંચ્યા. ત્યાં આચાર્ય રાહુના આજ્ઞાવર્તી સાધુઓના ઉપાશ્રયમાં ગયા. ભિક્ષાવેળા થઈ એટલે પાત્ર લઈ અપરાજિત મુનિ ભિક્ષા માટે નીકળ્યા. તેઓ સીધા જ રાજમહેલે પહોંચ્યા.
રાજમહેલમાં ‘ધર્મલાભ' બોલી પ્રવેશ કર્યો. રાણીઓએ મુનિને જોયા. તેઓ ભય પામી. “અરેરે. આ મુનિ જાણતા નથી લાગતા. કુમાર તેમની કદર્થના કરશે.” તે રાણીઓએ મુનિને સંકેત કર્યો કે જલદી બહાર ચાલ્યા જાઓ..” રાણીઓ અપરાજિત મુનિને ઓળખી શકી નહીં. બે હાથ જોડી.... ભયભીત બની ઊભી રહી. મુનિરાજે બહેરા હોવાનો અભિનય કર્યો. ફરીથી મોટા અવાજે “ધર્મલાભ” બોલ્યા.
રાજકુમાર અને પુરોહિતપુત્રે, મુનિનો “ધર્મલાભ' સાંભળ્યો. બંને હર્ષિત થયા. ઉપરથી નીચે ઊતરી આવ્યા. રાણીઓ ત્યાંથી ચાલી ગઈ. પુરોહિતપુત્રે ખંડના દરવાજા બંધ કર્યા. પછી બંનેએ મુનિને વંદના કરી. મુનિવરે “ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. રાજકુમારે કહ્યું : “હે સાધુ, હવે તમે નૃત્ય કરો.” મુનિરાજે હસીને કહ્યું : “હે કુમાર, ગીત અને વાજિંત્ર વિના હું કેવી રીતે નૃત્ય
કરું?”
કુમારે કહ્યું: ‘હું વાજિંત્ર વગાડીશ ને આ મારો મિત્ર ગીત ગાશે.' કુમાર ઢોલક લઈ આવ્યો. પુરોહિતપુત્રે બેસૂરા રાગે... તાલના ભાન વિના ગાવા માંડ્યું. કુમારે જેમ તેમ ઢોલક વગાડવા માંડ્યું.
મુનિરાજે બનાવટી ક્રોધ કરીને કહ્યું : “અરે મૂર્ખા... તમને ગાતાં-વગાડતાં આવડતું નથી... ને મારી પાસે નૃત્ય કરાવવું છે? હું જાઉં છું. હું નૃત્ય નહીં કરું.”
બંને મિત્રો ક્રોધે ભરાયા. “અરે સાધુ, તું અમને મૂર્ખ કહે છે? ઊભો રહે.. બહાર જવાનું નથી...'
મુનિરાજે ભયંકર ત્રાડ પાડીને કહ્યું : “અરે ગધેડાઓ, તમે મને રોકનારા કોણ છો? આવો મારી પાસે..' મુનિરાજે પાત્ર એક બાજુ મૂક્યાં. બે હાથ કમર પર શ્રી સમરાદિત્ય મહાકથા
૯૫૩
For Private And Personal Use Only