________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસુભૂતિએ, વિમાનમાં લાવેલો માલ-સામાન રથમાં ગોઠવી દીધો. ઉદ્યાનમાં માળીને બંને વિમાનોને સાચવવાની ભલામણ કરી અને ત્રણે રથ નગર તરફ દોડવા લાગ્યા.
નગરમાં વાત તો ફેલાઈ જ ગઈ હતી. રાજમાર્ગો પર અમને જોવા ઘણા લોકો આવી ગયા હતા. એમાં મારા મિત્રો પણ હતા. અમે મહેલના દ્વારે આવ્યા. રથોમાંથી નીચે ઊતરી પડ્યાં. ત્યાં મારા સાસુએ મારી આરતી ઉતારી અને ઓવારણાં લીધા.
અમે મહેલમાં ગયાં.
મહારાજા ઈશાનચંદ્રનો મહેલ ભવ્ય હતો, સુંદર હતો. ચંડસિંહ વગેરે મહેલ જોઈને ખુશ થઈ ગયા. વિદ્યાધરો સર્વપ્રથમ પૃથ્વી પરના નગરમાં આવ્યા હતા. અહીંની બધી રીત-ભાતો એમના માટે નવી હતી.
ચંડસિંહ વગેરે ત્રણ અને વસુભૂતિ, એમને રહેવા માટે એક સુશોભિત વિશાળખંડ આપવામાં આવ્યો. મને એમના પાસેનો જ બીજો સુંદર ખંડ આપવામાં આવ્યો. હજુ અમે અમારા ખંડમાં ગોઠવાયાં હતાં. ત્યાં ખંડનું બારણું ખોલીને ધસમસતી અનંગસુંદરી અંદર આવી.. ને વિલાસવતીને ભેટી પડી. બંને સખીઓ મળી... ભેટી અને ખૂબ રડી.
વિલાસવતીએ મારી સામે જોયું. મેં સંકેત કર્યો. એ સમજી ગઈ. મેં બાજુના ખંડમાથી વસુભૂતિને બોલાવ્યો... વસુભૂતિ મારા ખંડમાં પ્રવેશ્યો કે હું ખંડની બહાર નીકળી ગયો. અને મહારાજાના મંત્રણાખંડમાં પહોંચ્યો. મહારાજા મારી પ્રતિક્ષા જ કરી રહ્યા હતા. તેઓ ઊભા થયા ને મારું સ્વાગત કર્યું. મેં કહ્યું : “હે પૂજ્ય, આપે મારો વિનય અહીં કરવાનો ના હોય. અહીં આપણે બે જ છીએ. વિદ્યાધરો એમના ખંડમાં છે.'
મહારાજાએ કહ્યું : “હે વિદ્યાધરેન્દ્ર..”
મેં એમને બોલતાં અટકાવ્યા. “મહારાજા, આપ મને વિદ્યાધરેન્દ્ર ના કહો, “કુમાર” કહીને બોલાવો, મને વધારે ગમશે.'
આંખોમાં આંસુ સાથે મહારાજા મને ભેટી પડ્યાં... ને ગદ્ગદ્ સ્વરે બોલ્યા : ‘તમે ગુણવાન છો, મહાન છો.... હવે તમે મારા જમાઈ બન્યા એટલે બહુમાનાર્ડ બન્યા. તમને હું વિદ્યાધરેન્દ્ર કહું તો અનુચિત નથી.” હું મૌન રહ્યો. મેં મહારાજાની કુશળપૃચ્છા કરી. તેઓએ કહ્યું :
“હે ગુણનિધિ, રાણી અનંગવતીના ભરમાવવાથી, મેં તમને ઘોર અન્યાય કર્યો... તમારો વધ કરવાની આજ્ઞા કરી દ્યધી... અને વિનયંધરના કહેવાથી મેં માની લીધેલું કે તમારો વધ કરવામાં આવ્યો છે. આજે તમને પ્રત્યક્ષ જીવંત જોયા. ઘણું આશ્ચર્ય થયું.'
મહારાજા, એ મહાનુભાવ વિનયંધરે મને જીવન-દાન આપ્યું હતું... અને અમને બંનેને વહાણમાં બેસાડી, દૂર દેશમાં મોકલી દીધા હતા...”
અહો! વિનયંધર કેવો નિર્મળ બુદ્ધિવાળો! હું એને આજે જ બોલાવીને, પુરસ્કૃત
-
-
શ્રી સમરાદિત્ય મહાકથા
cou
For Private And Personal Use Only