________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીશ... કુમાર, તે પછી વિલાસવતી ચાલી ગઈ. પાછળથી ખબર પડી કે વિલાસવતી તમારા પ્રેમમાં હતી. અનંગસુંદરીએ બધી વાત કરી. મેં એની ઘણી તપાસ કરી. એ ના મળી. તેથી અમે ઘોર નિરાશામાં ડૂબી ગયાં હતાં.
એ દરમિયાન અહીં એક સિદ્ધપુત્ર આવી ચઢેલા. મેં તેઓને તમારા વિષયમાં અને વિલાસવતીના વિષયમાં પૂછેલું. સિદ્ધપુત્રે રાણી અનંગવતીનો ભેદ ખોલી નાખ્યો.. ખરેખર, ઘેષિત રાણી જ હતી. પછી તો રાણીએ પણ પોતાનો અપરાધ સ્વીકારી લીધો. બસ, તે પછી એ દુષ્ટાનું મુખ જોવાનું પણ મેં બંધ કર્યું છે. એ તો વિનયંધરની મહાનતા કે એણે તમારો વધ ના કર્યો.. નહીંતર મારા હાથે કેવું ઘોર પાપ થઈ જાત?”
મેં કહ્યું : “મહારાજા, રાણી અનંગવતીને ક્ષમા આપો. મારાં પાપકર્મોના ઉદયથી જ, મારા પર આરોપ આવેલો.. માણસના જીવનમાં ભૂલો થતી હોય છે. માણસ ભૂલ સ્વીકારી લે, પછી એને ક્ષમા આપવી જોઈએ.
૦ ૦ ૦ મંત્રણાખંડની બહાર વિનયંધર આવીને ઊભો હતો, જેવો હું ખંડની બહાર નીકળ્યો, તેણે મને જોયો. મેં એને જોયો. હું એને ભેટી પડ્યો. મારી પાછળ મહારાજા પણ આવી ગયા હતા. તેમણે વિનયંધરને લાખ લાખ ધન્યવાદ આપ્યા. મેં મારા ગળામાંથી મૂલ્યવાન હાર કાઢીને, એને પહેરાવી ધધો. મહારાજાએ વિનયંધરને મારો પરિચય આપ્યો. “હવે હું વિદ્યાધરરાજા બન્યો છું.' એ જાણીને, વિનયંધરે અતિ પ્રસન્નતા વ્યક્ત કરી.
ત્યાંથી અમે મારા ખંડમાં આવ્યા. ત્યાં વચ્ચે વિલાસવતી બેઠી હતી. એક બાજુ વસુભૂતિ અને બીજી બાજુ અનંગસુંદરી બેઠાં હતાં. અમને આવેલા જોઈ, વસુભૂતિ અને અનંગસુંદરી એક બાજુ ઊભાં રહી ગયાં. વિલાસવતીએ મહારાજાને કહ્યું : “પિતાજી, રાજપુરોહિતને બોલાવીને કહો કે આજે ગોધૂલી સમયે એક લગ્ન કરાવી આપવાનાં છે.”
આજે જ? મેં વસુભૂતિ સામે જોઈ લીધું હતું.
હા, આજે જ. કાલે તો આપણે પાછાં જવાનું છે ને!” વિલાસવતીએ સ્પષ્ટતા કરી. મહારાજા પણ સમજી ગયા. તેમણે કહ્યું : “બેટી, અનંગસુંદરીની માતાને બોલાવીને વાત કરી કે?
“પિતાજી, આપ જ એમને બોલાવીને વાત કરો ને! મારી પણ એ ધાવમાતા છે ને? ના નહીં જ પાડે...”
ભલે, આજે સાંજે લગ્ન થઈ જશે. બીજું કંઈ?”
હા, પિતાજી, ધાવમાતાને કહેજો કે લગ્ન પછી, સુંદરીને હું મારી સાથે રથનૂપુર લઈ જવાની છું. એ મારી પાસે રહેશે.”
વિલાસવતીએ અનંગસુંદરીનો હાથ પકડી લીધો અને બોલી : “આપ બધા બેસો, મારી માતાને પણ બોલાવી લઉં... મારે બધાનું કામ છે!” અનંગસુંદરી શીલવતીને
૮09
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only