________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બોલાવી લાવી. વિલાસવતીએ માતાને પોતાની પાસે બેસાડી. પછી પોતે માતા માટે જે જે વસ્ત્ર-અલંકારો વગેરે લાવી હતી, તે માતાને આપ્યાં. પિતા માટે એ બે-ચાર સુંદર શસ્ત્રો લાવી હતી, તે પિતાને આપ્યાં. સુંદરી માટે જે વસ્ત્રાલંકારો લાવી હતી, તે સુંદરીને આપ્યાં.
પછી મેં વસુભૂતિને કહ્યું : 'મિત્ર, આપણા મિત્રોને મળીને, તે સહુને સાંજે રાજમહેલમાં આવવા આમંત્રણ આપી આવ. હા, એમને લગ્નની વાત ના કરીશ. આપણે એ બધાને આશ્ચર્ય પમાડી દઈશું.'
વસુભૂતિ મિત્રોને મળવા ચાલ્યો ગયો,
વિનયંધર સાંજે પાછા આવવાનું કહી, ચાલ્યો ગયો.
ખંડમાં હું, વિલાસવતી અને રાજા-રાણી ચાર જણાં રહ્યાં. મેં સંક્ષેપમાં... તાપ્રલિપ્તીથી નીકળ્યા પછી, વૈતાઢ્ય પર્વત પર થયેલા રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. વચ્ચે વચ્ચે વિલાસવતીએ પણ વાતો કરી. રાજા-રાણી બધી વાતો જાણીને, આશ્ચર્ય, કુતૂહલ અને વિસ્મયથી અભિભૂત થઈ ગયાં. મારી વિદ્યાસાધનાથી અને દેવી અજિતબલાની પરમ કૃપાની વાતોથી, તેઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા.
–
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં કહ્યું : ‘મહારાજા, આજે સાંજે વસુભુતિ-સુંદરીનાં લગ્નસમયે, રાણી અનંગવતીને પણ બોલાવવાં જોઈએ. આપ એમના પર પ્રસન્ન થાઓ.'
‘હે વિદ્યાધરેન્દ્ર, આપની ઉદારતાનો કોઈ પાર નથી. આપને વધની શિક્ષા કરાવનારી, એ રાણી ઉપર... આપની કેવી કરુણા છે! ભલે, આપની ઇચ્છા છે તો એને બોલાવીશ.'
મને આનંદ થયો.
તે પછી સતત રાજમહેલમાં મળનારાઓની અવરજવર રહી. મહારાજા ઇશાનચંદ્ર, ચંડસિંહ વગેરે વિદ્યાધરોની પાસે જઈને બેઠા, તેમની સાથે ઘણી ઘણી વાતો કરી.
ક્યારે સાંજ પડી ગઈ... ખબર જ ના પડી. બીજી બાજુ લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી, વિલાસવીએ કાળજીપૂર્વક તૈયારીઓ કરાવી હતી, અમારા મિત્રો પણ આવી ગયા હતા. સહુએ આવીને, મને ધન્યવાદ આપ્યા. મેં એ મિત્રોને અમારી મૈત્રીના પ્રતીકરૂપે એક એક વીંટી પહેરાવી દીધી.
શુભ મુહૂર્તે વસુભૂતિ - અનંગસુંદરીનાં લગ્ન થઈ ગયાં.
રાજમહેલમાં આનંદ-મંગલ વર્તાઈ ગયું. વાજિંત્રો વાગવા લાગ્યાં. સ્ત્રીઓએ મંગલગીતો ગાવાં માંડ્યાં.
Q
પ્રભાતે અમારાં વિમાન વૈતાઢ્ય પર્વત તરફ ઊડવા લાગ્યાં.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
જ