________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Yિ૧૧૯
વામિનાથ, આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં મને એક સ્વપ્ન આવ્યું. મારા મુખ દ્વારા ઉદરમાં પ્રવેશ કરતો, મેં ગજેન્દ્રને જોયો. મોટા પહાડ જેટલો ઊંચો... મેઘ, ભ્રમર અને કાજળ જેવો શ્યામ અને ચાર દંકૂશળવાળો એ ગજેન્દ્ર. જાણે ઐરાવણ હાથી ના હોય, તેવો લાગતો હતો!
વિલાસવતી પ્રફુલ્લિત વદના હતી. તેણે મને સ્વપ્ન કહી બતાવ્યું. હું પણ હર્ષિત થયો. સ્વપ્નનો ફલાદેશ કરતા મેં કહ્યું : “તને સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. મોટો થઈ તે વિદ્યાધર-ચક્રવર્તી રાજા થશે.”
તેણીએ કહ્યું : “હે દેવાનુપ્રિય, આપે કહ્યું તે યથાર્થ છે. મને તે પ્રિય છે, મારું અભિલષિત છે.” વિલાસવતી ગર્ભવતી થઈ હતી. તેના મનમાં શુભ મનોરથ જાગવા માંડ્યા. હું એના મનોરથો પૂર્ણ કરવા લાગ્યો. નવ મહિના અને સાડા આઠ દિવસ પૂર્ણ થયા. પ્રશસ્ત તિથિ અને શુભ મુહુર્તમાં વિલાસવતીએ પુત્રને જન્મ આપ્યો. દાસી મંજરિકાએ પુત્રજન્મની મને વધામણી આપી. મેં મંજરિકાને ઘણું પ્રીતિદાન આપ્યું. નગરમાં મહોત્સવો રચાયા. વિદ્યાધર રાજાઓએ... આવી આવીને અભિનંદન આપ્યાં. એક મહિનો પૂર્ણ થયો. દેવી અજિતબલાના પ્રભાવથી, રાજ્યપ્રાપ્તિ અને પુત્રપ્રાપ્તિ થઈ હોવાથી, પુત્રનું નામ “અજિતબલ” રાખ્યું.
૦ ૦ ૦ શયનખંડમાં વિલાસવતી પુત્રનું પારણું ઝુલાવી રહી હતી. હું પલંગ પર બેઠો હતો. રત્નદીપકોનો પ્રકાશ ખંડમાં ફેલાયો હતો. વિલાસવતીએ મૌનનો ભંગ કરતાં કહ્યું :
નાથ, એક વાત કહું?” ૮૭૮
ભાગ-૨ ભવ પાંચમો
For Private And Personal Use Only