________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહો, નિશ્ચિત બનીને કહો...”
યાદ આવે છે એ તપોવન? યાદ આવે છે એ તપસ્વિની માતા, કે જેમણે અગ્નિની સાક્ષીએ આપણાં લગ્ન કરાવી આપ્યાં હતાં? યાદ આવે છે એ કુલપતિજી..?'
દેવી, અહીં આવીને તો જાણે એ બધું ભુલાઈ ગયું છે. પરંતુ તમે યાદ કરાવ્યું. એટલે બધું જ સ્મૃતિપટ પર આવી ગયું.'
નાથ, મારા મનમાં એવી ઈચ્છા જાગી છે કે આપણે કુમારને લઈ, તપોવનમાં જઈએ અને એ તપસ્વિની-માતાના ખોળામાં આ કુમારને મુકીએ... તેઓની કૃપાનું આ ફળ છે...”
દેવી, તમારી વાત મને ગમી. કુલપતિનાં પણ દર્શન થશે.. આશ્રમવાસીઓને મળવાનું થશે. અને આશ્રમની સાર-સંભાળ પણ લેવાશે.”
ક્યારે જઈશું?' “કાલે નિર્ણય કરીશું.' આપણી સાથે અનંગસુંદરી અને વસુભૂતિને પણ લઈ જઈશું.” અવશ્ય.” ભગવતી તપસ્વિની અત્યંત પ્રસન્ન થઈ જશે!
અને આપણે? દેવી, એ તપોવન ખરેખર તપોવન છે. એ દિવસો યાદ આવે છે... ને રોમરોમ વિકસ્વર થઈ જાય છે... ગમે છે ત્યાંનું જીવન.”
“નાથ, છેવટે આપણી નિયતિ તો એ જ છે ને? કુલપતિએ ભવિષ્યવાણી કરેલી
છે...?
મારા માનસપટ પર ભગવાન કુલપતિનો પ્રભાવશાળી ચહેરો ઊભરાયો... ભગવતી તપસ્વિનીની કરુણાભીની આંખો સાકાર બની. મેં મનોમન એ બંનેને પ્રણામ કર્યા.
બીજા દિવસે ચંડસિંહને બોલાવીને કહ્યું : “ચંડસિંહ, અમે એક-બે દિવસ માટે બહાર જવાનાં છીએ.”
“આપ ખુશીથી પધારો. અહીંની ચિંતા ના કરશો.”
વસુભૂતિને વાત કરી. એનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. મેં એને અમારા આશ્રમવાસની વાત કરી હતી. અમારાં લગ્ન ભગવતી તપસ્વિનીએ કરાવી આપેલાં... એ બધી વાત કરી હતી. ત્યાંના તપસ્વજનોની, ત્યાંના પ્રસન્નતાભર્યા વાતાવરણની, અને ત્યાંના ભરપૂર કુદરતી સૌન્દર્યની વાતો કરી હતી. તેથી વસુભૂતિના મનમાં એ બધું
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૦૯
For Private And Personal Use Only