________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોવાની ઇચ્છા તો જાગેલી જ હતી. મેં ત્યાં જવાની વાત કરી, તેથી એ આનંદવિભોર થઈ ગયો.
૦ ૦ ૦ બીજા દિવસે અમે ચાર જણ વિમાનમાં ગોઠવાયાં. વિલાસવતીએ પોતાના ખોળામાં બાલકુમાર અજિતબલ' ને રાખ્યો હતો. માર્ગમાં એ, અનંગસુંદરીને અને વસુભૂતિને આશ્રમની જ વાતો કરતી હતી. વાતો કરતાં કરતાં એ ભાવ-વિહ્વળ બની જતી હતી.
અલ્પ સમયમાં અમે એ દ્વીપ પર ઊતય, પ્રભાતનો સમય હતો. આશ્રમના મધ્ય ચોકમાં જ અમારું વિમાન ઊતર્યું. અમે વિમાનમાંથી બહાર આવ્યાં, કે તરત જ કુલપતિ અમારી પાસે આવ્યા. અમે એમનાં ચરણોમાં વંદના કરી, તેઓએ અમને આશીર્વાદ આપ્યા; અને ભગવતી તપસ્વિનીના આવાસ તરફ ચાલ્યાં. અમે પણ એમની પાછળ ચાલ્યાં. આવાસના દ્વારે બે તાપસકન્યાઓ ઊભી હતી. કુલપતિએ પૂછ્યું : “ભગવતી જાગે છે કે નિદ્રાધીન છે?
તેઓ હમણાં જ જાગ્યાં છે.' તેમને મારા આગમનની જાણ કર.”
એક તાપસકન્યા અંદર ચાલી ગઈ. મારા મનમાં કુશંકા પેદા થઈ. “સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જનારાં તપસ્વિની, અત્યારે સૂર્યોદય પછી.. બે ઘટિકા વીતી ગયા પછી જાગ્યાં છે... શું એમનું સ્વાથ્ય બરાબર નહીં હોય? આમેય તેઓ દુર્બળ.. ને ફશકાય તો હતાં જ...
તાપસકન્યાએ બહાર આવીને, કુલપતિને અંદર પધારવા સંકેત કર્યો. કુલપતિએ મને પાછળ-પાછળ આવવા નિર્દેશ કર્યો. અમે સહુ અંદર પ્રવેશ્યાં... વિલાસવતી મારી જમણી બાજુ હતી. તેના મુખ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી.
અમે, દર્ભાસન પર, ભીંતના સહારે બેઠેલાં તપસ્વિનીને જોયાં... બે હાથ જોડી, અંજલિ મસ્તકે જોડી ભાવપૂર્વક વંદના કરી. એમણે અમને જોયાં. મુખ પર સ્મિત આવ્યું. માથું હલાવીને, અમને આવકાર આપ્યો અને ગોઠવેલાં આસન પર બેસવા ઈશારો કર્યો. કુલપતિ તપસ્વિનીની નજીક બેઠા. તેમણે મને કહ્યું : “વત્સ, ભગવતીએ અનશન સ્વીકારી લીધું છે...' અમારાં ચારનાં મુખમાંથી એકસાથે શબ્દ નીકળ્યો : “અનશન?”
હા, અનશન કર્યું છે. આહાર-પાણીનો ત્યાગ કરી લીધો છે... પરમાત્મધ્યાનમાં લીન રહે છે....'
૮૧0
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only