________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અને વિલાસવતી રડી પડ્યાં. વસુભૂતિ અને અનંગસુંદરી ગમગીન બની ગયાં. કુલપતિએ કહ્યું : “પુત્ર, તમારા બંનેનાં અહીંથી ગયાં પછી ભગવતીએ ક્રમશઃ તપશ્ચર્યા વધારવા માંડી. લગભગ મૌન ધારણ કર્યું હતું. માત્ર મારી સાથે અને જરૂર પડે તો આ તાપસકન્યાઓ સાથે બોલે છે.” - વિલાસવતી પુત્રને બે હાથમાં લઈને ઊભી થઈ. ભગવતીની પાસે ગઈ... અને સાચવીને પુત્રને ભગવતીની શય્યા પર મૂકી દીધો. તેજસ્વી અને રૂપરૂપના અંબાર બાળકુમારને ભગવતી અનિમેષ નયને જોઈ રહ્યાં. પછી એના મસ્તક પર પોતાના બે હાથ મૂકી દીધા. તેમના મુખ પર સ્મિત આવ્યું. તેમના મુખમાંથી આશીર્વચનો સર્યા : “શતં જીવ!”
બાળકમારે ભગવતીના બે કશ હાથ, કોમળ હાથોથી પકડી લીધા... અને આનંદની ચિચિયારી કરવા લાગ્યો. ભગવતીએ વિલાસવતી સામે જોયું... વિલાસવતીએ ઊભાં થઈ, કુમારને ભગવતીના ઉત્સંગમાં મૂકી દીધો..
ભગવતીએ મને કહ્યું : “સારું થયું તમે આવ્યા... જોકે ભગવાને મને કહ્યું જ હતું કે તમે આવશો... આ આપણું છેલ્લું મિલન છે...” મારું ઉત્તરીયવસ્ત્ર મુખ પર ઢાંકી, હું રડી પડ્યો. વિલાસવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શું બોલવું.... શું કહેવું... કંઈ જ અમને સૂઝતું ન હતું. ભગવતી બાળકુમાર તરફ જોઈ રહ્યાં હતાં. કુમાર ભગવતીને જઈ રહ્યો હતો. હાથ-પગ ઉછાળતો કુમાર હસી રહ્યો હતો. થોડી વાર પછી. વિલાસવતીએ એને ભગવતીના ખોળામાંથી ઉઠાવી, પાસે સુવાડી દીધો.
કુલપતિ ઊભા થયા. હું પણ ઊભો થયો. અમે બંને બહાર નીકળ્યા. વિલાસવતીએ વસુભૂતિ અને અનંગસુંદરીને બેસી રહેવાનો સંકેત કર્યો. તેણે એ બંનેનો પરિચય ભગવતીને આપ્યો. ભગવતીનો પરિચય તો એણે માર્ગમાં જ આપી દીધો હતો.
આશ્રમમાંથી ગયા પછી વૈતાદ્ય પર્વત પર મારો રાજ્યાભિષેક થયો - ત્યાં સુધીનો વૃત્તાંત તેણે ભગવતીને સંભળાવ્યો. પછી તામ્રલિપ્તીની વાતો પણ કરી. ભગવતી સાંભળતાં રહ્યાં.
૦ ૦ ૦ કુલપતિની સાથે હું એમના નિવાસમાં ગયો. તેઓ પોતાના આસન પર બેઠા. હું તેઓની સામે ભૂમિ પર બેઠો. થોડી ક્ષણો મૌનમાં વીતી. કુલપતિએ આંખો બંધ કરી. થોડી વાર પછી આંખો ખોલીને, તેઓ બોલ્યા :
વત્સ, મનમાં દુઃખ ના લગાડીશ. રુદન ના કરીશ. આ સૃષ્ટિમાં બધું બનવાકાળ બન્યા કરે છે... ભગવતીનું અનશન વ્રત કાલે પ્રભાતે પૂર્ણ થશે. તે સમાધિમાં જ પ્રાણોનો ત્યાગ કરશે.' શ્રી સમરાદિત્ય મહાકથા
૮૧૧
For Private And Personal Use Only