________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું ઊભો થઈ ગયો. મેં કુલપતિનાં ચરણો પકડી લીધાં. મારું હૃદય અકથ્ય વેદના અનુભવવા લાગ્યું... કુલપતિએ મારા માથે હાથ મૂકીને કહ્યું :
પુત્ર, ભગવતીએ આહાર-પાણીનો ત્યાગ કર્યો હતો, પરંતુ એક ઇચ્છાનો ત્યાગ, તે કરી શકતી ન હતી. આજે એની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ. એ ઈચ્છાઓથી પણ મુક્ત થઈ ગઈ.'
કઈ ઈચ્છા હતી ભગવંત?” તમને બંનેને મળવાની.”
ઓહો. ભગવંત, અમે તો સહજભાવે અહીં આવી ગયાં છીએ. આપની અને ભગવતીની સ્મૃતિ થઈ આવી. અને અહીં આવી ગયાં.'
સારું કર્યું. આવતી કાલે ભગવતીની અંતિમક્રિયા તારા હાથે જ થશે... પછી તમે જોઈ શકશો...”
ભગવંત... વિલાસવતી આ આઘાત નહીં સહી શકે...'
હું જાણું છું વત્સ, પરંતુ એને હું સંભાળી લઈશ. તમે વસુભૂતિ અને અનંગસુંદરીને સાથે લઈ આવ્યા, તે પણ સારું કર્યું છે. અનંગસુંદરી સાથે હોવાથી વિલાસવતીને એ સારી રીતે સાચવી લેશે. જોકે એને અત્યારે આ વાત નથી કરવાની... આશ્રમમાં તારા સિવાય આ વાત કોઈને મેં કરી નથી.' “ભગવંત, જો આપની આજ્ઞા હોય તો, હું ભગવતી પાસે જઈને બેસું...”
અવશ્ય... તું બેસી શકે છે ત્યાં.” મેં કુલપતિને પ્રણામ કર્યા અને બહાર નીકળ્યો. સીધો ભગવતીના આવાસ તરફ ગયો. ત્યાં બહાર આશ્રમવાસીઓ ભેગા થઈ ગયા હતા. હું બધાને મળ્યો. સહુની કુશળતા પૂછી, તેઓએ પણ મારી અને વિલાસવતીની કુશળતા પૂછી.
મેં વસુભૂતિને બહાર બોલાવી, વિમાનમાંથી લાવેલો સામાન બહાર કાઢવા કહ્યું. વિલાસવતીએ આશ્રમ માટે, આશ્રમવાસીઓ માટે ઘણી સામગ્રી સાથે લીધી હતી. મેં બધી સામગ્રી આશ્રમ માટે આપી દીધી. તાપસકુમારો એ બધી સામગ્રી કુલપતિના આવાસમાં મૂકી આવ્યા.
તે પછી હું ભગવતીની કુટિરમાં ગયો. મેં કમરથી ઝૂકીને, મસ્તકે અંજલિ જોડીને, તેમને પ્રણામ કર્યા. વિલાસવતી થોડી દૂર બેઠી. મેં નજીક બેસીને, તેમની કુશ કાયા તરફ જોઈને પૂછ્યું : “ભગવતી, આપને શું કોઈ શારીરિક પીડા નથી?' નહીં, શરીર પીડારહિત છે."
ભાગ-૨ # ભવ પાંચમો
૮૧૨
For Private And Personal Use Only