________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસિક સ્વસ્થતા?
પરિપૂર્ણ છે. રાજન, હવે ચિત્તમાં કોઈ ઇચ્છા રહી નથી. આજે મને ઇચ્છાઓથી મુક્તિ મળી ગઈ.”
ભગવતી, શું ઈચ્છાઓ બંધન છે?
હા, રાજન, ઈચ્છાઓ જ બંધન છે. એ બંધન તૂટી ગયું. હવે મારી સમાધિ અખંડ રહેશે. આજે સૂર્યાસ્ત પછી હું સમાધિમાં બેસી જઈશ. ભગવાનની આજ્ઞા
“તો અમે ખૂબ જ સમયસર આવી ગયાં.” “હા, તમને મળવાની એક જ ઈચ્છા હતી, તે પૂર્ણ થઈ ગઈ...”
તેઓ થાકી ગયાં હતાં. બોલવામાં તેમને શ્રમ પડતો હતો. મેં કહ્યું : “ભગવતી, હવે આપ બોલશો નહીં. અમે શાન્તિથી આપની પાસે બેસીશું. આપને આંખો બંધ કરવી હોય તો કરો. અમે આપનાં દર્શન માત્રથી કૃતાર્થ થયા છીએ. હવે અમારે આપને કંઈ પૂછવાનું નથી, આપે કંઈ બોલવાનું નથી... આપનું જીવન ઉત્સવરૂપ બન્યું છે, મૃત્યુ મહોત્સવરૂપ બનો.”
મેં બહાર જઈ, વસુભૂતિ-અનંગસુંદરીને બહાર બોલાવ્યાં. મેં તેમને કહ્યું : “તમે બંને આશ્રમના ઉપવનમાં ફરી આવો. પાસે “સુંદરવન' છે, ત્યાં ફરી આવજો.'
ત્યાં એક તાપસકુમારે આવીને કહ્યું : “હે દેવ, કુલપતિજી આપ સહુને ભોજન માટે નિમંત્રે છે...”
મેં વસુભૂતિને કહ્યું : “તમે બંને ભોજન કરીને, પછી જ ઉપવનમાં જાઓ. હું પછી ભોજન કરીશ.”
તેઓ બને ભોજન માટે ગયાં. હું પુનઃ તપસ્વિનીની કુટિરમાં ગયો. તેઓ ડાબા પડખે થયા હતા. બાળકુમાર વિલાસવતીના ખોળામાં ઊંઘતો હતો. હું ધીમે પગલે જઈને વિલાસવતી પાસે બેસી ગયો.
ભગવતી તપસ્વિનીના મુખ પર તેજ હતું. પ્રસન્નતા હતી.. પરમ શાન્તિ હતી. મેં વિચાર્યું : “મહાપ્રયાણ પૂર્વેની આ એમની પૂર્વ તૈયારી છે. તેઓ સર્વ ઇચ્છાઓથી મુક્ત થઈ ગયાં છે. આ એમની અવિરત ઉગ્ર તપશ્ચર્યાનું ફળ હતું. એમનું શારીરિક દમન, મનના શમન માટે હતું. તેમનામાં જ્ઞાન અને તપશ્ચર્યાનો સુભગ સંયોગ થયેલો હતો.”
દ્વાર પર મુનિકુમારે આવીને, અમને બંનેને બહાર આવવા સંકેત કર્યો. અમે બંને બહાર નીકળ્યાં. બે તાપસકન્યાઓ નવાં વસ્ત્રો અને પુષ્પો સાથે અંદર પ્રવેશી. શ્રી સમરાદિત્ય મહાકથા
૮૧૩
For Private And Personal Use Only