________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપને બંનેને ભગવાન કુલપતિ યાદ કરે છે.' અનિકુમારે વિનમ્રતાથી અમને કહ્યું. અમે કુલપતિના નિવાસમાં ગયાં.
૦ ૦ “વત્સ, અત્યારે ભગવતીને સ્નાન કરાવી, નવાં વસ્ત્ર પહેરાવી, પુષ્પોથી સજાવીને, કુટિરની બહાર, આમ્રવૃક્ષની નીચે ગોબરથી લીંપેલા ઓટલા પર, દર્ભાસન પર બેસાડવામાં આવશે. સંધ્યા સમયથી આશ્રમના નાના-મોટાં સ્ત્રી-પુરુષો ચોકમાં બેસી, ધીમા... મધુર.. મંજુલ સ્વરે સ્તોત્રપાઠ કરશે. આજે રાત્રિ જાગરણ થશે... યાવત્ મહાપ્રયાણ સુધી.” ‘ભગવંત, અમે પણ ત્યાં બેસી શકીશું?” મારી પાસે જ તમારે સહુએ બેસવાનું છે.' સંધ્યા થઈ ગઈ હતી. પક્ષીઓ પોત-પોતાના માળામાં આવી ગયાં હતાં. આમ્રવૃક્ષની નીચે દર્ભાસન પર તપસ્વિની પડદાસને બેઠાં હતાં. આશ્રમવાસીઓ ત્રણ બાજએ બેસીને મધુર-મંજુલ સ્તોત્રપાઠ કરી રહ્યાં હતાં. સંપૂર્ણ રાત્રિ આ આરાધના ચાલતી રહી.
મહાપ્રયાણનો સમય નજીક આવી રહ્યો હતો. મારી આંખો ભીની થઈ રહી હતી.
કુલપતિ ઊભા થયા. તપસ્વિનીની પાસે ગયા. આંખો બંધ કરીને ઊભા રહ્યા... તેમના મુખમાંથી ગંભીર ધ્વનિ પ્રગટ થયો.. ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય... આશ્રમવાસીઓએ ધૂન શરૂ કરી દીધી.. ૐ નમઃ શિવાય... અને... ભગવતીની આંખો ખૂલી ગઈ. ભગવતીનું મહાપ્રયાણ થઈ ગયું..
કુલપતિએ જાહેર કર્યું : 'ભગવતી તપસ્વિની સમાધિમૃત્યુ પામ્યાં છે. 'વિલાસવતી ઓ મા... ભગવતી...' બોલતી જમીન પર મૂચ્છિત થઈને ઢળી પડી.
કે ફરક
૮૧૪
ભાગ-૨ # ભવ પાંચમો
For Private And Personal Use Only