________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું હમણાં જ આવું છુંમારી પુત્રીને લેવા...” પવનગતિ બાહ્ય ઉદ્યાનમાં આવી ગયો. બધી વાત કરી. અમે મહારાજાની રાહ જોતાં બેઠાં.
મહારાજા, વિલાસવતીની માતા રાણી શીલવતી સાથે રથમાં બેસી, બાહ્ય ઉદ્યાનમાં આવ્યા. અમે મહારાજાનું અભિવાદન કર્યું. વિલાસવતી મહારાજાને ભેટી પડી. મહારાજાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. રાણી શીલવતી, પુત્રીને પોતાના ઉસંગમાં લઈ, હર્ષાતિરેકથી વાત્સલ્ય વરસાવવા લાગી.
બેટી, પહેલા આપણે રાજમહેલે જઈએ. પછી બધી વાતો કરીશું.' વિલાસવતી જ્યારે એનાં માતા-પિતા સાથે વાતો કરતી હતી ત્યારે અમે થોડે દૂર અમારાં વિમાનો પાસે ઊભા હતા. વિલાસવતીએ પિતાના કાનમાં કહી દીધું : “તમારા આ જમાઈ છે, ને હવે તેઓ વિદ્યાધરોના મોટા રાજા બની ગયા છે. માટે એમની સાથે એ રીતે વ્યવહાર કરજો. એમની સાથે આવેલા અમારા રાજ્યના મહાસેનાપતિ અને મંત્રીઓ છે, અને તમારા જમાઈના મિત્ર વસુભૂતિને તો તમે ઓળખો જ છો.”
બેટી, અતિથિ મહાપુરુષો માટે હું બે રથો મગાવી લઉં.” પોતાના રથના સારથિને સૂચના આપી, નગરમાં રવાના કર્યો અને પોતે અમે જ્યાં ઊભા હતા ત્યાં આવ્યા. તેઓએ પહેલા મને અભિવાદન કર્યું અને પછી ચંડસિંહ, પવનગતિ, અમિતગતિ અને વસુભૂતિનું અભિવાદન કર્યું, અમે પણ તેઓને પ્રણામ કરીને, અભિવાદન કર્યું.
“હે વિદ્યાધરેન્દ્ર, આપે મારા પર પરમ ઉપકાર કર્યો. વિલાસવતીને લઈને આપ પોતે અહીં પધાર્યા...”
મહારાજા, તમારી પુત્રીને અમે લઈ આવ્યા કે એ અમને લઈ આવી, એ તો આપ તમારી પુત્રીને જ પૂછજો... પરંતુ આપને મળીને મને બહુ આનંદ થયો. અને હા, આપનો અત્યંત વિશ્વસનીય દંડાધિકારી વિનયંધર અહીં જ છે ને?' “હા, અહીં જ છે.” “તો પછી મધ્યાહન બાદ એને મળવા બોલાવજો ને!'
મહારાજાનું મુખ સ્વાન થઈ ગયું. તેમની દૃષ્ટિ નીચી થઈ ગઈ. પછી ધીમા સ્વરે બોલ્યા : “બધી વાત મહેલમાં પહોંચ્યા પછી એકાંતમાં કરીશ..”
બીજી બાજુ વિલાસવતી એની માતાને જે જે પૂછવું હતું, તે પૂછવા લાગી અને કહી દીધું – “મા, અમે કાલે પાછાં અમારી રાજધાનીમાં જવાનાં છીએ, માટે તારે જે કંઈ કહેવું હોય, આપવું-લેવું હોય, તે બધું આજે જ પતાવજે.”
બે રથ આવી ગયા. સહુ રથોમાં ગોઠવાઈ ગયા. અમારાં વિમાનો ઉદ્યાનમાં જ રાખ્યાં. વિલાસવતીના કહેવાથી
408
ભાગ-૨ # ભવ પાંચમ
For Private And Personal Use Only